Abtak Media Google News

પિતાની છત્રછાયા ગુમાવેલી ૨૨ દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ

જાણીતા બિલ્ડર ભાવેશ પટેલ, હરીશભાઈ લાખાણી, શિવલાલભાઈ આદ્રોજા સહિતનાં શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા

સેવા ક્ષેત્રે શિરમોર દેશ-વિદેશમાં દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સતત બીજા વર્ષે વહાલુડીનાં વિવાહ-૨નું અદભુત આયોજન કરવા જઈ રહ્યું છે. જેનાં ભાગરૂપે તા.૧૯/૯ને બુધવારનાં રોજ રાત્રીનાં ૮:૦૦ કલાકે કોટેચા સ્કુલનાં મધ્યસ્થ હોલમાં ૨૦૦થી વધુ કાર્યકર્તાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં સમાજ જીવનનાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો, જાણીતા બિલ્ડર યુવા અગ્રણી ભાવેશભાઈ પટેલ, જાણીતા બિલ્ડર અને એકસપોર્ટર હરીશભાઈ લાખાણી, કડવા પટેલ સમાજનાં મોભી અને દીકરાનું ઘર વૃદ્ધાશ્રમનાં શિવલાલભાઈ આદ્રોજા, ટર્બો બેરીગ્ઝ પ્રા.લી.નાં ચેરમેન પ્રતાપભાઈ પટેલ, યુવા અગ્રણી જાણીતા બિલ્ડર પ્રશાંતભાઈ લોટીયા, શહેરનાં યુવા અગ્રણી બિલ્ડર અમિતભાઈ ભાણવડીયા સહિતનાં શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગત સાલ ૨૦૧૮ની ૨૯-૩૦ ડિસેમ્બરનાં રોજ રાજકોટનાં આંગણે દીકરાનું ઘર દ્વારા અભૂતપૂર્વ લગ્નોત્સવ ઉજવાયો હતો. જેની સમગ્ર સૌરાષ્ટે સુંદર નોંધ લીધી હતી. માતા-પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ૨૨ દીકરીઓનાં લગ્નનો અદભુત જાજરમાન પ્રસંગ ઉજવાઈ ગયો. ચાલુ સાલ પણ આ ભવ્ય લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેની વ્યવસ્થા સ્વરૂપની ૨૦૦ કાર્યકર્તાઓની મીટીંગ યોજાઈ ગઈ. પ્રારંભે દીપ પ્રાગટય બાદ મુકેશ દોશીએ સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી. સંસ્થાનાં કોર ટીમનાં સભ્ય ઉપેનભાઈ મોદીએ ઉપસ્થિત તમામનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સમગ્ર આયોજનની રૂપરેખા આપતા સંસ્થાનાં મુકેશ દોશી, કિરીટભાઈ આદ્રોદાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ કોઈને ઉપયોગી થવાની સંસ્કૃતિ છે. કોઈનાં આંસુ લુંછવાની સંસ્કૃતિ છે. પિતાની છત્રછાયા દીકરીનાં માથા ઉપરથી હટી જાય છે ત્યારે અંધકાર છવાઈ જતો હોય છે, આવી નિરાધાર-નિરામય, લાચાર દીકરીઓનાં પિતા, ભાઈ બનવાનું સદભાગ્ય સતત બીજા વર્ષે અમને મળવાનું છે. આવી દીકરીઓનાં જીવનમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ સર્જાય એવા ઉમદા ભાવનાથી વહાલુડીનાં વિવાહ-૨નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં સમાજનાં તમામ સ્તરેથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

આજની આ મીટીંગમાં ૨૦૦થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપયોગી સુચનો કર્યા હતા. મિટીંગનાં અંતમાં સુનિલ વોરાએ આભારદર્શન કર્યું હતું. મિટીંગની વ્યવસ્થા નલીન તન્ના, હસુભાઈ રાચ્છ, હરેશ પરસાણા, રાકેશ ભાલાળા, પ્રવિણ હાપલીયા, કિરીટભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, ગૌરાંગ ઠકકર, સુનિલ મહેતા, યશવંતભાઈ જોષીએ સાંભળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.