Abtak Media Google News

કેન્દ્ર સરકારે નકકી કરેલા દર મુજબ જ બિલ્ડરો મકાન ખરીદનાર પાસેથી જીએસટી વસુલી શકશે

ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ એટલે કે જીએસટી જયારથી દેશમાં લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી અનેકવિધ તકલીફોમાંથી દેશને રાહત અને મુકિત પણ મળી છે. ઘર ખરીદનારાઓ વિશે જો વાત કરવામાં આવે તો જીએસટી પૂર્વે તેઓએ ઘણાખરા ટેકસોની ભરપાઈ કરવી પડતી હતી પરંતુ જીએસટી લાગુ થવાથી માત્ર જીએસટી ટેકસ જ તેઓને ભરવો પડે છે ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે જે ઘર ખરીદનારાઓને વધારાનું જીએસટી જો બિલ્ડરોએ લીધું હશે તો તેને રીફંડ કરવા બિલ્ડરોને તાકીદ પણ કરવામાં આવી છે.

નેશનલ એન્ટી પ્રોફીટીયરીંગ ઓથોરીટી દ્વારા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પુરી ક્ધટ્રકશન નામક કંપની દ્વારા ઘર ખરીદનારા પાસેથી વધુ જીએસટી વસુલવામાં આવતો હતો. આ અંગેની ફરિયાદ થતાની સાથે જ એનએપીએ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેમાં જે કોઈ બિલ્ડરોએ ઘર ખરીદનારા ગ્રાહકો પાસેથી વધુ જીએસટી વસુલ કર્યો હશે તો તેને પરત કરવા બિલ્ડરોને તાકીદ કરવામાં આવી છે અને યોગ્ય રીતે ઘર ખરીદનારાઓને માહિતી આપવાનું પણ સુચન આપવામાં આવશે.

પુરી ક્ધસ્ટ્રકશન વિરુઘ્ધ એનએપીએ મારફતે ફરિયાદ જયારે નોંધાવવામાં આવી ત્યારબાદ એનએપીએ દ્વારા આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે ઘર ખરીદનારાઓએ પણ જીએસટી રેટનો અભ્યાસ કરવા અને જીએસટી દર વિશે માહિતી પ્રાપ્ત કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

પલ્લવી ગુલાટી અને અભિમન્યુ ગુલાટી દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ફરીદાબાદમાં આવેલા આનંદ વિલાસ પ્રોજેકટમાં તેઓએ ફલેટ ખરીદયો છે કે જે જીએસટીનો અમલ તે સમય દરમિયાન કરવામાં આવ્યો ન હતો ત્યારે પુરી ક્ધસ્ટ્રકશન દ્વારા એવી પણ વાત કરવામાં આવી હતી કે, ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધેલી છે. હાલ અફોર્ડેબલ હાઉસીંગને લઈ જીએસટીનાં દરમાં પણ ફેરબદલ કરવામાં આવ્યો છે જેમાં ૫ ટકાથી ઘટાડી દર એક ટકા રાખવાનો નિર્ણય જીએસટી કાઉન્સીલ દ્વારા લેવામાં આવ્યો છે.

જીએસટી કાયદો અમલમાં આવતાની સાથે જ રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા બિલ્ડરો જે પહેલા ઘર ખરીદનાર સાથે અનેકવિધ રીતે છેતરપિંડી કરતા હતા તે હવે નહીં કરી શકે અને નિર્ધારીત કરેલા ટેકસ દરો તેમની પાસેથી વસુલવામાં આવશે ત્યારે જે રીતે બિલ્ડરો દ્વારા ઘર ખરીદનાર કે ફલેટ ખરીદનારા પાસેથી વધુ જીએસટી વસુલવામાં આવતો હતો તેમાં પણ હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે જીએસટી કાઉન્સીલ દ્વારા જીએસટી દર નિર્ધારીત કરવામાં આવ્યા છે.

જેની માહિતી જો ઘર ખરીદનારાઓ પાસે હશે તો તેમને કોઈપણ પ્રકારની તકલીફ કે સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને બિલ્ડરો પણ સુચારુ‚પથી નિર્ધારીત કરેલા દરને ધ્યાને લઈ જીએસટી દર વસુલવામાં આવશે ત્યારે જીએસટી કાઉન્સીલ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જીએસટીનાં અમલ બાદ જે કોઈ બિલ્ડરો દ્વારા વધુ જીએસટીની વસુલાત કરવામાં આવી હશે તો તેને રીફંડ કરવાની તાકીદ બિલ્ડરોને સ્પષ્ટપણે કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.