Abtak Media Google News

એલ.જી.બી.ટી. કયુ ના માનવ અધિકારો માટે વર્ષોથી લડાઇ લડી રહ્યા છે

જામજોધપુર, પોરબંદર, જામનગર જેવા શહેરોમાં પોતાનું શિક્ષણ પુરૂ કરીને ૨૦૦૩માં હિનાબેન દવે એ એલ.એલ.બી. પૂર્ણ કરીને સનદ મેળવીને વકિલાતની પ્રેકટીશ શરૂ કરી.

પોરબંદરમાં છાત્રાલયમાં અભ્યાસ કરતાં ત્યારે મહિલાઓની મુશ્કેલી જોતા તે વિષયક કાર્યો તેમના હકો વિગેરે પર કાર્ય કરવાનું પ્રારંભથી જ નકકી કરેલ હતું. જીવનમાં કંઇક નોખુ, અનોખુ કરવાની પ્રબળ ભાવનાથી ૨૦૦૭માં એચ.આઇ.વી. વાયરસ સાથે જીવતાં લોકોને મફત કાનુની સહાય અને તેમાં માનવ અધિકારોઅનું રક્ષણ થાય તે માટે કાર્યો શરૂ કરીને પ્રથમ સેવા યજ્ઞ શરૂ કર્યો.

પ્રારંભે એઇડસના દર્દીઓને લોકો કે સમાજ તરફથી સહયોગ મળતો ન હતો, પોતાનો પરિવાર પણ સહયોગ ન આપે ત્યારે તેની મનોવ્યથા મુશ્કેલીમાં હિનાબેન દવેએ મફત કાનુની સહાય પ્રોજેકટ શરૂ કરીને જરૂરિયાત મંદોની મુશ્કેલીમાં ‘મસિહા’બન્યા હતા.

ર૪ કલાકની લીગલ હેલ્થ લાઇન ૯૪૨૭૫ ૬૨૮૮૯ જેવી કામગીરી સાથે અનેક લોકોને છુટાછેડા મિલ્કત અધિકારો જેવા લાભો અપાવનાર હિનાબેન દવે પોતે એક સારા ચિત્રકાર છે.

ઉચ્ચ અધિકારી માતા-પિતાની પુત્રી હિનાબેન દવે થોડા વર્ષોમાં જ સમાજમાં ‘બાઇક’વાળા વકીલબેન તરીકે નામના મેળવી હતી. તેઓ ૨૦૦૭ થી સેવા કાર્યો કરે છે. અત્યાર સુધીમાં ર૦૦ થી વધુ કેસો તેઓ લડયા છે. અને એ પણ વિનામૂલ્યે તેમના કાર્યોમાં એચ.આઇ.વી. સાથે જીવતા લોકો, લેસ્લિયન-ગે વિગેરેને આવરી લઇને તેના માનવ અધિકારો માટે છેલ્લા દોઢ દાયકાથી વનમેન આર્મી થી લડત લડી રહ્યા છે.

તેમની ર૪ કલાકની સેવા હેલ્પલાઇન ૯૪૨૭૫ ૬૨૮૮૯ ચાલુ કરીને આવા સમુદાયને સક્રિય મદદરૂપ થઇ રહ્યા છે. કિન્નરોને મકાન ભાડે ન આપતા ત્યારે, ગે ના લગ્ન,  લેસ્બિયનને પડતી મુશ્કેલીમાં હિનાબેન કાનુની સહાય અપાવીને શ્રેષ્ઠ સેવા કરી રહ્યા છે. એક-બે કિસ્સામાં નોકરીમાંથી કાઢી મુકયાને તેમણે તેને ફરીથી નોકરી અપાવી હતી. આવા વિશિષ્ટ સેવા કાર્યો કરીને રંગીલા રાજકોટમાં હિનાબેને સારી ચાહના મેળવી છે. તેમને જુના ગીતો, બાઇક ચલાવવી, વાંચન-કરાટે, લાઠી, તલવારબાજી જેવા વિવિધ શોખો છે.

હિનાબેન દવે આ પરત્વે કાર્યકરતી સંસ્થા એઇડસ કલબ નવજીવન ટ્રસ્ટ, આર.ડી. એન.પી. પ્લસ, માનવ સેવા મંડળ, લક્ષ્ય ટ્રસ્ટ, વસુંધરા ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલમાં પણ સેવા આપી રહ્યા છે. પોતે વ્યવસાયમાં પ્રવૃત હોવા છતાં પોતાની આગવી સુઝ સાથે હિનાબેને સમાજમાં અંગુલી નિર્દેશ સેવા કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.