Abtak Media Google News

કોરોનાવાઇરસની મહામારી વચ્ચે ભગવાન જગન્નાથના ભક્તો માટે આજે પ્રસન્નતાનો અવસર હશે જેમાં ભગવાન જગન્નાથ નગરચર્યા કરશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે તેમાં શ્રદ્ધાળુઓ સામેલ થઇ શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી આપી છે, ભારતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળે છે જેમાં સૌથી પ્રાચીન રથયાત્રા પુરીની છે.

ઈતિહાસ

હરિવંશ પુરાણ, પદ્મપુરાણ સહિતના પુરાણોમાં વર્ણવ્યા પ્રમાણે, જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યા ત્યારે તેમણે બન્ને ભાઇઓ શ્રીકૃષ્ણ અને બલરામ સમક્ષ નગરયાત્રા પર સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવાય છે.આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાને પાટા ખોલી નાંખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા. એ સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે.

મગનો પ્રસાદ શા માટે ધરાવાય છે?

પ્રભુ જગન્નાથને આંખનો રોગ લાગ્યો હતો. રોગ મટી ગયા બાદ તેઓ દર્શન આપવા રથ દ્વારા નગરમાં પધાર્યા હતાં, તે સમયે તમામ ભક્તોએ પ્રભુને મગ અને જાંબુનો પ્રસાદ ધર્યો હતો. કારણ કે મગ અને જાંબુ આંખના રોગમાં રાહત આપે છે. જેથી રથયાત્રામાં મગ અને જાંબુ ધરાવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.