Abtak Media Google News

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સામે દહેશત વ્યકત કરી છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના કારણે સ્કીલ્ડ લોકોની રોજગારી તો ઠીક અનસ્કીલ્ડ લોકોની રોજગારી પણ છીનવાઈ જશે તેવો દાવો રઘુરામ રાજને કર્યો છે.

2017 0531 Ecommerce Cdat 45M Kopie.032 756 425 C1આર્ટીફીશીયલ અવા રોબોટીકસના પરિણામે આગામી ૧૦ થી ૧૫ વર્ષમાં લોકોની રોજગારી ઉપર ખતરો ઉભો થશે. જે નોકરીમાં બહોળી ક્રિએટીવીટી જોઈતી હોય તેવી નોકરી તો જશે જ જયારે એવી નોકરી પણ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના નિશાના પર રહેશે જેમાં માત્ર મજૂરીની જ જરૂર છે. લોકોને નોકરી ઉપર હાલ તો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો કોઈ ભય નથી પરંતુ આગામી એક થી બે દશકામાં મશીનો માણસની કામગીરી શીખી લેશે ત્યારબાદ આ ક્ષેત્રમાં મશીનનો પગદંડો ઉભો થશે. જે રીતે ઔદ્યોગીક ક્રાંતિ આવી તે રીતે જ આર્ટીફીશીયલની ક્રાંતિ આવશે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સના કારણે દરેક નોકરીની પધ્ધતિ બદલાઈ જશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.