Abtak Media Google News

ખનીજો મર્યાદિત માત્રામાં છે માટે તેની તકદારી ખુબ જ આવશ્યક

ઘણી વખત દાણચોરી, ખનીજચોરી અને રેતીની ચોરીના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે તેને રોકવા માટે ગુજરાત હાઈકોર્ટે નદીમાંથી રેતીની ચોરી કરનારાઓને અટકાવવા માટે નિયમો બનાવ્યા છે. કારણકે ગુજરાતની નદીઓના તટમાંથી રેતી ઉસેડાતા સરકાર રોષે ભરાઈ છે. રેતી ચોરીને કારણે પરિસ્થિતિ વિજ્ઞાન અસંતુલિત બની રહ્યું છે. હકિકતમાં ગેરકાયદેસર રેતીની ઉઠાંતરી કરતા એક ટ્રક ઝડપાયો હતો.

ટ્રકના માલિકે હાઈકોર્ટમાં તેના ટ્રકને છોડાવવા માટે અરજી કરી હતી પરંતુ જસ્ટીસ જે.બી.પારડીવાલાએ જણાવ્યું હતું કે, આ કેસ ખાણ અને ખનીજ ચોરી હેઠળ આઈપીસી દ્વારા હેઠળ આવે છે માટે ટ્રકને છોડાવવા સરકારે ટ્રકની ૧.૫ ગણી કિંમત ચુકવવાનું કહ્યું હતું. જજે જણાવ્યું હતું કે, આ કેસ અંગે ગેરકાયદેસર રેતીની ઉઠાંતરી યોગ્ય નથી માટે આ કેસની કાર્યવાહી પેન્ડીંગ રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે જંગલોમાં ગેરકાયદેસર રીતે જાડ કાપવાથી પર્યાવરણને થઈ રહેલા નુકસાન અંગે પણ ચિંતા વ્યકત કરી હતી.

તેથી પર્યાવરણમાં પણ નકારાત્મક અસરો આવી રહી છે. કારણકે ખનીજો-પર્યાવરણમાં લિમિટેડ માત્રામાં છે. જેનો કાચા માલ તરીકે ઉધોગોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્રકારે વધી રહી ખનીજ ચોરીથી સંતુલન બગડી રહ્યું છે. આ સાથે જ જન-જળ જીવનને પણ હાની પહોંચાડી રહ્યા છે. જે પર્યાવરણ માટે જોખમી બની રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.