Abtak Media Google News

લીંબડીના જયશ્રીબા ઝાલા ખુન કેસમાં

અદાલતમાં ચાલતા ગંભીર ગુનાના આરોપીઓ પુરાવાના અભાવે કાયદાની છટકબારીનો લાભ લઇ છુટતા હોવાથી રાજયની વડી અદાલતે કાયદાની છટકબારીનો લાભ અપવવામાં પરોક્ષ રીતે સહકાર આપનાર સાહેદોને હોસ્ટાઇલ થવા પર રોક આવે તેવો મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.

લીંબડીના જયશ્રીબા ઝાલા ખૂન કેસમાં ૧૯ જેટલા મહત્વના સાહેદોએ પોલીસ સમક્ષ આપેલા નિવેદન અને કોર્ટમાં સુનાવણી દરમિયાન આપેલી જુબાની વિપરીત જણાતા ૧૯ સાહેદને હોસ્ટાઇલ જાહેર કરાયા બાદ આરોપી પક્ષને મળેલા લાભના અંગેનું પ્રકરણ હાઇકોર્ટમાં પહોચતા રાજયની વડી અદાલતે હોસ્ટાઇલ થયેલા તમામ સાહેદ ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

૨૦૦૨ના બેસ્ટ બેકરીકાંડની સુનાવણી દરમિયાન મુખ્ય સાહેદ હોસ્ટાઇલ જાહેર થતા સુપ્રિમ કોર્ટ દ્વારા હોસ્ટાઇલ જાહેર થયેલા સાહેદ સામે કાર્યવાહી કરવાનો ૨૦૦૬માં આદેશ કરવામાં આવ્યો હતો અને હોસ્ટાઇલ જાહેર થયેલા મહત્વના સાહેદને ત્રણ માસની જેલ સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.

આ રીતે જ ૨૦૧૨માં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના જયશ્રીબા ઝાલાની હત્યા તેમના પતિ મહેન્દ્રસિંહ ઝાલાએ કર્યાનું પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ૨૨ જેટલા સાહેદના નિવેદન નોંધી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજુ કરતા હત્યા કેસની સુનાવણી કોર્ટમાં શરૂ થતા ૧૯ જેટલા સાહેદો હોસ્ટાઇલ જાહેર થતા મહેન્દ્રસિંહ ઝાલાનો છુટકારો થયો હતો.

મહેન્દ્રસિંહ ઝાલાનો પુરાવાના અભાવે થયેલા છુટકારા સામે હાઇકોર્ટમાં થયેલી અપીલની સુનાવણી દરમિયાન ૧૯ સાહેદ હત્યા કેસ અંગે પોલીસ સમક્ષ આપેલા નિવેદનથી વિપરીત નિવેદન આપી હોસ્ટાઇલ જાહેર થયા હોવાથી છુટકારો થયાનું ધ્યાને આવતા હાઇકોર્ટે હોસ્ટાઇલ જાહેર થયેલા ૧૯ સાહેદ સામે ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.