Abtak Media Google News

૨૦૧૭માં યોજાયેલી ચૂંટણીના ઉમેદવારોની પીટીશન ડિસ્પોઝ: ‘વન બાર વન વોટ’ મુજબ ચૂંટણી યોજાઈ ન હોવાથી હેમલ ગોહેલે હાઈકોર્ટમાં પીટીશન કરી’તી

બાર એસોશીએશનની ચૂંટણી ‘વન બાર, વન વોટ’ મુજબ યોજાય નહીં હોવાથી વકીલ હેમલ ગોહેલે ચૂંટણી પ્રક્રિયા સામે હાઈકોર્ટમાં રીટ પીટીશન કરેલી જેમાં ન્યાયમૂર્તિએ ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સામે મનાઈ હુકમ કરેલો. જે પીટીશનની સુનાવણી ચાલી જતા બાર એસોસીએશન અને પીટીશનલ હેમલ ગોહેલ વચ્ચે સુખદ સમાધાન થતા વિવાદનો અંત આવ્યો હતો અને ૨૦૧૮ ફેબ્રુઆરી સુધીમાં નવેસરથી ચૂંટણી યોજવા અને યોજાયેલી ચૂંટણીના મતોનો નાશ કરવા ન્યાયમૂર્તિ શાસ્ત્રીએ આદેશ કરેલો. જે હુકમથી નારાજ થઈ સી.એચ.પટેલ અને એન.એ.જાડેજા સહિત ૧૭ ઉમેદવારોએ ચૂંટણીમાં પોતાને મળેલા મતો જાણવા માટે ડબલ બેંચમાં લીવ પીટીશન કરી હતી જેની આજરોજ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર.સુભાસ રેડ્ડી અને ન્યાયમૂર્તિ પંચાલની ડબલ બેંચે સી.એચ. પટેલ સહિત ૧૭ ઉમેદવારોની અરજી ડિસ્પોઝ કરી અને તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં બાર એસો.ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા હુકમ કર્યો છે.

સુપ્રીમ કોર્ટના અન્વયે અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના આદેશ મુજબ દેશમાં ‘વન બાર વન વોટ’ મુજબ ચૂંટણી યોજવા પ્રક્રિયા હાથ ધરવા હુકમ કર્યો તેમ છતાં રાજકોટ બાર એસો. દ્વારા ‘વન બાર વન વોટ’ મુજબ ચૂંટણી ન યોજતા યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા સામે રોક માંગી હેમલ ગોહિલે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી. જે પીટીશનમાં ન્યાયમૂર્તિ શાસ્ત્રીએ ચૂંટણીના મત ગણતરી સામે સ્ટે આપેલો જે પીટીશનની પીટીશનલ હેમલ મહેતા અને બાર એસો. વચ્ચે વિવાદનો અંત લાવી સુખદ સમાધાન થયેલું અને યોજાયેલી ચૂંટણીના મતોનો નાશ કરવા અને ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીમાં ચૂંટણી યોજવા આદેશ કર્યો હતો.

સિંગલ બેંચના હુકમથી ચૂંટણીના ઉમેદવારો સી.એચ.પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૭ ઉમેદવારોએ ડબલ બેંચમાં પોતાને મળેલા મતો જાણવા લીવ પીટીશન કરી હતી. જેની આજે મુખ્ય જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટીસ પંચાલની ડિવિઝન બેંચમાં ચાલી જતા ડિવિઝન બેંચે સી.એચ.પટેલ સહિત ૧૭ ઉમેદવારોની લીવ પીટીશન ડિસ્પોઝ કરી અને તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં બાર એસો.ની ચૂંટણી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.

આજરોજ હાઈકોર્ટની ડિવિઝન બેંચે કરેલા હુકમથી રાજકોટ બાર એસો. દ્વારા તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા તજવીજ હાથ ધરી છે. હેમલ ગોહેલ વતી યતિનભાઈ સોની, કવિતા તન્ના, વિજય મુદ્રા બાર એસો. વતી અમીત પંચાલ, સીધ્ધાર્થ ઝારૂ અંગેશ પંચાલ અને સી.એસ.પટેલ વતી યતીન ઓઝા, પ્રતીક જસાણી અને એન.આર.જાડેજા એડવોકેટ રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.