Abtak Media Google News

ગોધરાનાં ખેડુતને .૨૫ લાખનું મળ્યું વળતર

૨૧ વર્ષ બાદ ગોધરાનાં ખેડુતને રોડ અકસ્માતમાં પગ ટુંકો થઈ જતાં હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો અને ખેડુતને ૪.૨૫ લાખનું વળતર ચુકવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોટીંગમાં જણાવવામાં આવ્યું છે કે, જે ખેડુત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો તે સમયે ૨૬ વર્ષની વય ધરાવતો હતો જેના કારણે તેને ખેતીમાં શારીરિક શ્રમ મારફતે કોઈપણ કામગીરી કરી શકવામાં અસક્ષમ સાબિત થયો હતો.

ગત અઠવાડિયામાં હાઈકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ૨.૭૪ લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. આનાથી મોહંમદ ઈબ્રાહીમ ચંદા નામના વ્યકિતને મોટર એકસીડેન્ટ કલેઈમ અંતર્ગત ૨.૭૪ લાખ રૂપિયા મળ્યા હતા. વધુમાં હાઈકોર્ટે ઈન્સ્યુરન્સ કંપનીને ઓર્ડર કરતા પણ જણાવ્યું હતું કે, જે પાર્ટી એકસીડેન્ટમાં ઈનવોલ્ટ હોય તો તેને ૧.૫૧ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ લેખે આપવાનાં રહેશે. મોહમદ ઈબ્રાહીમ ચંદા ૭, જુન, ૧૯૯૮માં ઈજાગ્રસ્ત થયો હતો જેમાં એક વ્યકિતનું મૃત્યુ નિપજયું હતું

અને મોહમંદ ઈબ્રાહીમ ઈજાગ્રસ્ત થતાં ૭૬ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો હતો. આવી જ રીતે ગોધરાનાં ખેડુતને ૨૧ વર્ષ બાદ હાઈકોર્ટનાં હુકમ બાદ ૪.૨૫ લાખનું વળતર ચુકવવામાં આવ્યું છે. એકસીડેન્ટનાં સમયે મોહંમદ ઈબ્રાહીમ ચંદા ૨૬ વર્ષની વય ધરાવતો હતો જેને ટ્રીબ્યુનલ કોર્ટમાં ૭ લાખનો દાવો માંડયો હતો જેમાં ટ્રીબ્યુનલ કોર્ટે ઓર્ડર કરતા ટ્રક ઓર્નર અને સ્કુટર ચાલકને ઈજાગ્રસ્ત ઈબ્રાહીમ ચંદાને ૨.૭૬ લાખ રૂપિયાનું વળતર આપવાનું જણાવ્યું હતું જેથી તેને મળેલા વળતરથી ઈજાગ્રસ્ત ખુશ ન હોવાનાં કારણે તે હાઈકોર્ટમાં આ અંગે અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.