Abtak Media Google News

સમાજ સેવા કાર્યોના સંકલ્પ સાથે રવિવારે ડિસ્ટ્રીકટ ઇન્સ્ટોલેશન ‘કર્મ’નું આયોજન

રાજકોટ

લાયન્સ કલબ ઈન્ટરનેશનલ એક વૈશ્ર્વિક એન.જી.ઓ. છે. જે વિશ્ર્વના ૨૧૪ દેશોમાં ફેલાયેલ છે અને સમગ્ર વિશ્ર્વને ‘વી સર્વ’ના સુત્ર દ્વારા એક કરી રહી છે. આ સંસ્થા ૧૯૧૭માં શ‚ કરવામાં આવેલ અને ૨૦૧૭માં ૧૦૦ વર્ષ આ સંસ્થાએ પૂર્ણ કર્યા છે. આ વર્ષ ‘શતાબ્દી વર્ષ’ તરીકે ઉજવાઈ રહ્યું છે. ૧૦૦ વર્ષથી ચાલતી આ સંસ્થા વિઝન, હન્ગર, એન્વાર્યમેન્ટ, યુથ, ડાયાબીટીસ, પેડયાટ્રીક કેન્સર, કવેસ્ટ, પીસ પોસ્ટલ તેમજ મેડિકલ કેમ્પ, લાયન્સ કવેસ્ટ તેમજ ડાયાલીસીસ અને સ્વચ્છ ભારત અભિયાન અને અન્ય જ‚રીયાતના સેવા કાર્યો કરી રહી છે. ખાસ કરી કુદરતી હોનારતો/આફતો વખતે અગ્રેસર રાહત કામગીરી કરતી અગ્રીમ સંસ્થા છે. શતાબ્દી ઉજવણી‚પે વિશ્ર્વના ૨૦ કરોડ લાભાર્થીઓને આ સેવાનો લાભ મળ્યો છે અને હવે નવી શતાબ્દિથી દર વર્ષે ૨૦ કરોડ જ‚રિયાતમંદ વ્યકિતઓને આ સેવાનો લાભ મળશે તેવા પ્રયાસો કરવા તેવો નિર્ણય લેવામાં આવેલ છે.

આ સેવાકીય કાર્યની દ્રષ્ટિએ અને ભોગોલીક દ્રષ્ટિએ અલગ-અલગ ડિસ્ટ્રિકટમાં તેના કાર્યક્ષેત્રને વિભાજિત કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાત એ મલ્ટિપલ ૩૨૩૨ના નામે ઓળખાય છે અને સૌરાષ્ટ્ર-કચ્છ ડિસ્ટ્રિકટ ૩૨૩૨-જેના નામે ઓળખાય છે. જેમાં ૬૬ કલબ છે. સમગ્ર ડિસ્ટ્રિકટ ૩૨૩૨-જેના ૨૦૧૭-૧૮ના વર્ષના ગવર્નર લાયન હિતેષભાઈ ગણાત્રા રાજકોટના અગ્રણી પેટ્રોલયમ વેપારી છે. જેઓ હાલમાં જ લાયન્સના ઈન્ટરનેશનલ ક્ધવેન્શનમાં શિકાગો, અમેરિકા ખાતે તારીખ ૪ જુલાઈના રોજ શપથગ્રહણ કરી પરત આવેલ છે. હવે તેમણે ૨૩ જુલાઈ રવિવારના રોજ ડિસ્ટ્રિકટ ઈન્સ્ટોલેશન ‘કર્મ’નું આયોજન કરેલ છે. જેમાં લાયન વર્ષની કામગીરીના આયોજન માટે કેબિનેટની રચના કરેલ છે તે તમામ કેબિનેટના હોદેદારો તેમજ પ્રથમ વાઈસ ગવર્નર લાયન ચંદ્રકાંતભાઈ દફતરી અને દ્વિતીય વાઈસ ગવર્નર લાયન દિવ્યેશભાઈ સાકરિયા, તારીખ ૨૩ જુલાઈના રોજ સવારે ૧૦ વાગ્યે અટલ બિહારી બાજપાઈ ઓડીટોરિયમ, રાજકોટમાં શપથ ગ્રહણ કરશે. લાયન્સના ધારાધોરણ મુજબ શપથવિધિ, લાયન્સ ડીગ્નિટરી પૂર્વ ઈન્ટરનેશનલ ડિરેકટર લાયન સંગીતાજી જટીયા કરાવશે. આ સમારંભમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી આવેલા ૬૦૦થી પણ વધારે વિવિધ કલબના સભ્યોની અને અગ્રણી નાગરિકોની સાક્ષીએ ૧૫૦ થી ૨૦૦ જેટલા કેબિનેટના હોદેદારો એકસાથે શપથ લેશે. મલ્ટિપલ ૩૨૩૨ના મલ્ટીપલ કાઉન્સીલ ચેરપર્સન લાયન કમલેશભાઈ શાહ તેમજ અન્ય પડોસી ડિસ્ટ્રિકટના ગવર્નર ઉપસ્થિત રહેશે, અમદાવાદના જીતેન્દ્ર જૈન, વડોદરાના પરિમલ પટેલ અને સુરતના સંજીવ ગાંધી તેમજ રાજકોટના નોન લાયન અગ્રણીઓ, ઉધોગકારો, સમાજના મોભીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉપરાંત સ્થળ પર ડાયાબિટીસ સ્ક્રેનિંગ કેમ્પ તેમજ રાજકોટ રિજીયન ૩ ખાતે લાયન્સ કવેસ્ટ પ્રોગ્રામ અંતર્ગત શાળાના શિક્ષકો માટે ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરેલ છે. તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા સુરેશ સંઘવી (પૂર્વ ગર્વનર), હિતેશ ગણાત્રા (ગવર્નર), ચંદ્રેશ કોઠારી (ડિસ્ટ્રી કેબિનેટ રેઝરર), ભાવીન થાનકી (પી.આર.ઓ) એ કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.