Abtak Media Google News

દ્વારકાના યુવા પેઢીના જાણીતા કલાકાર અને ઝાંઝરી ગ્રુપના હિતેન ઠાકરે તાજેતરમાં વધુ એક કમાલ સર્જયો હતો. ગુજરાતના સ્થાપના દિન નિમિતે રાખવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હિતેન ઠાકર માત્ર ત્રણ મીનીટમાં ૨૬૩ ફુટની લંબાઈ ધરાવતા સફેદ કપડા પર ડાન્સના પર્ફોમન્સ આપવાની સાથે સાથે ગાંધીજી દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ સહિતના હસ્તકલાના ચિત્રોનું પણ સર્જન કરી નૃત્ય સાથેના અદભુત પેન્ટીંગની રચના કરતા રાજસ્થાનાન રતલામ સ્થિત વ્રજ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું

અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. નૃત્ય, પેઈન્ટીંગ તથા અનેક કલામાં માહિર એવા હિતેન ઠાકરને રાજયભરમાંથી વિશેષ યોગદાન બદલ અનેક એવોર્ડઝ મેળવ્યા હોય દ્વારકાના રત્ન તરીકેનું ઉપનામ પણ મેળવ્યું છે. આ પ્રસંગે દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતેષભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, સંજયભાઈ દતાણી, રવિ બારાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.