વિદેશી ધરતી પર હિન્દૂ ધર્મનો વારસો: અમેરિકા, મલેશિયા, કંબોડીયામાં પણ સ્થપાયા છે ભવ્ય મંદિરો

ભારતમાં દર એક કિલોમીરના અંતરે મંદિરો આવેલા છે. ભારતમાં તો મંદિરોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.ભારતના મંદિરો ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિને કારણે જાણીતા હોય છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે ભારતની આ સંસ્કૃતિનો વિદેશમાં પણ વિકાસ થયો છે. વિદેશમાં પણ ઘણી જગ્યાએ ભારતના મંદિરો જોવા મળે છે.

૧. અક્ષરધામ મંદિર :

અમેરિકામાં આવેલા અક્ષરધામ મંદિરની ચર્ચા આખી દુનિયામાં થાય છે. અક્ષરધામ મંદિર સંકુલ 160 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. તેના બાંધકામમાં ઉપયોગમાં લેવાતા પત્થરો યુરોપમાંથી મેળવવામાં આવતા હતા. તે પછી પત્થરો રાજસ્થાનમાં કોતરવામાં આવ્યા હતા. આ મંદિર ચાર માળનું છે, જેમાં ભારતીય વારસો, ઇતિહાસ અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારત માટે આ એક ગર્વની બાબત કહેવાય કે તેની સંસ્કૃતિનું પ્રદર્શન વિદેશમાં પણ થાય છે.

૨. અંકોરવાટ :

અંકોરવાટ નામનું વિષ્ણુ મંદિર કંબોડિયા શહેરમાં આવેલું છે.આ વિષ્ણુ મંદિર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે જે ૪૦૦ એકર જમીનમાં ફેલાયેલું છે.આ વિશાળ મંદિરનું નિર્માણ ખમેર સામ્રાજ્યના રાજા સુર્યવર્માં બીજા દ્વારા કરવામાં આવ્યું હતું.આ મંદિરની રચના અને તેનું કોતરણી કામ અદભુત છે. કંબોડિયાનાં રાષ્ટ્રધ્વજમાં પણ આ મંદિરને સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિરને આજે વિશ્વના હેરિટેજ સ્થળોમાંનું એક સ્થળ ગણવામાં આવે છે.

૩.બાતું ગુફા મંદિર :

વિદેશના મંદિરોમાંનું એક મંદિર છે બાતું ગુફા મંદિર જે મલેશિયાના કાલાલંપરમાં આવેલું છે.આ મંદિર મુરુગન એટલે કે કાર્તિકેયને સમર્પિત છે.આ મંદિર ચૂનાનાપથ્થર પર્વતની વચ્ચે આવેલું છે.આ મંદિર પર્વતો વચ્ચે આવેલું હોવાથી ૨૭૨ પગથિયાં ચડવા પડે છે.તેના મુખ્ય દ્વાર પર મુરુગનની ૧૪૦ ફૂટ ભવ્ય પ્રતિમા આવેલી છે જે ત્યાંના પ્રવાસીઓને આકર્ષે છે.

૪. ઢાકેશ્વરી મંદિર :

 

માતારાણીનાં 52 શક્તિપીઠોમાંનું એક મંદિર બાંગ્લાદેશમાં પણ આવેલું છે.ઢાકેશ્વરી મંદિરની સ્થાપના 12મી સદીમાં બલ્લાલ સેન દ્વારા કરવામાં આવી હતી. દંતકથા અનુસાર એવું માનવામાં આવે છે કે અહી દેવી સતીનાં આભૂષણ ત્યાં પડ્યા હતા.બાંગ્લાદેશની રાજધાનીનું નામ ઢાકેશ્વરી દેવીના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.બાંગ્લાદેશમાં આ મંદિરને ચમત્કારિક મંદિર માનવામાં આવે છે .

૫.દત્તાત્રેય મંદિર :

દત્તાત્રેય મંદિર ત્રિનિદાદ અને ટોબેગોમાં આવેલું છે.આ મંદિર દ્રવિડ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. આ મંદિરની સ્થાપના ૧૯૮૬માં કરવામાં આવી હતી અને આ મંદિરનું નિર્માણ ૨૦૦૩માં પૂર્ણ થયું હતું.ત્રિનિદાદ અને ટોબેગોમાં આવેલું આ મંદિર ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ ઉભી કરે છે.

Loading...