હાલો, તૈયાર થઈ જાવ: તહેવારો માટે રેલવે ૩૯૨ ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

રેલવે તંત્ર તહેવારોને લઈને ૧૯૨ જોડી અપડાઉન ૩૯૨ ટ્રેનો દોડાવીને સમગ્ર દેશનાં તહેવારોને વધુ ખુશહાલ બનાવી દેશે

ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં કોરોના મહામારીના પગલે લોકડાઉનનો અંધારીયો યુગ જાણે કે પુરો થઈ રહ્યો હોય તેમ અનલોકની સાથે સાથે હવે સામાન્ય વાહન વ્યવહાર અને ખાસ કરીને વાહનની અવર-જવર પુન: બહાલ થઈ રહી છે ત્યારે ભારતીય રેલવે દ્વારા આગામી તહેવારોને લઈને કુલ ૧૯૬ જોડી સામસામે આવક જાવક કરતી ૩૯૨ સ્પેશિયલ ટ્રેનોની યાદી જાહેર કરી છે. આ ટ્રેનોને ફેસ્ટીવલ સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનો ૨૦ ઓકટોબરથી લઈને ૩૦ નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતો મુજબ આ સ્પેશિયલ ટ્રેન ઓછામાં ઓછા ૫૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલશે. ભારતીય રેલવેએ તહેવારોની મૌસમને લઈને ૩૯૨ ટ્રેનોની યાદી જાહેર કરવામાં આવી છે. સમગ્ર દેશ માટે શરૂ કરવામાં આવેલી આ સ્પેશિયલ ટ્રેનોનો લાભ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને પણ મળશે.

જેનું ભાડુ સામાન્ય સ્પેશિયલ ટ્રેનો જેટલું જ હશે અને આ ટ્રેનોમાં વધુમાં વધુ થ્રી ટાયર કોચ લગાવવામાં આવશે. તહેવારો શરૂ થવા પૂર્વે જ અંતે રેલવે કેટલીક ટ્રેનો દોડાવશે તે હજુ નિશ્ર્ચિત નથી. કોઈ કહે છે કે, ૧૦૦ ટ્રેનો તો કોઈ કહે ૧૫૦ ટ્રેનો હશે. આ અસમંજસ વચ્ચે બોર્ડના ચેરમેને સ્પષ્ટતા કરીદીધી છે કે, ફેસ્ટીવલ સીઝનમાં ઓછામાં ઓછી ૨૦૦ ટ્રેનો દોડાવવામાં આવશે અને જરૂર પડ્યે સંખ્યા વધારી પણ શકાશે. અત્યારે રેલવે ૧૯૬ જોડી જાવક-આવકની કુલ ૩૯૨ ટ્રેનોનું સંપૂર્ણ લીસ્ટ જારી કરી દીધું છે.

Loading...