Abtak Media Google News

જેતપુર શહેરની એ ગ્રેડની સરકારી હોસ્પીટલમાં પેલા જ વરસાદમાં વરસાદી પાણી હોસ્પીટલના ટ્રોમા સેન્ટર, તાત્કાલીક સારવાર વિભાગ તેમજ આઇસીયુમાં ઘુસી જતાં સ્વીપર સ્ટાફ દ્વારા મહા મહેનતે પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.

એ ગ્રેડની જેતપુરની સરકારી હોસ્પીટલમાં ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ તો ભારે હેરાન પરેશાન છે જ અને ડોક્ટરોની ઘટ વિશે સામાજીક રાજકીય કાર્યકરોએ સ્થાનીક ધારાસભ્યથી માંડીને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરેલ છે પરંતુ તેનું કંઈ નિરાકરણ આવ્યું નથી આટલી તકલીફ ઓછી હોય તેમ ગત રાતે શહેરમાં પડેલ પેલા જ વરસાદમાં હોસ્પીટલના ટ્રોમા સેન્ટર, તાત્કાલીક સારવાર વિભાગ તેમજ આઇસીયુમાં ઘુસી ગયા પરંતુ હોસ્પીટલ તંત્ર પાસે આવી અચાનક આવી ચડેલ આફત સામે પહોંચી વળવાનું કોઈ સાધન સામગ્રી ન હોય અપના હાથ જગન્નાથ સમજીને નાઇટ ડ્યૂટીના સ્વીપર સ્ટાફની મહિલાએ તરત જ હાથ વડે પાણી કાઢવાની કામગીરી શરૂ કરી દીધી અને પરંતુ એકબાજુથી વરસાદ કયે મારું કામ જેથી આ કુદરતી આફત સામે એકલા હાથ ટૂંકા પડયા અને જેટલું વરસાદી પાણી હોસ્પીટલ બહાર એટલું જ અંદર હોય વરસાદ થંભી ગયા બાદ પૂરે પૂરું પાણી સ્વીપર સ્ટાફની મહિલાને કાઢવામાં સફળતા મળી સદનસીબે ગતરાત કોઈ તાત્કાલીક સારવારવાળું દર્દી સારવાર માટે ન આવ્યું જેના કારણે પણ હોસ્પીટલ સ્ટાફેને મોટી રાહત થઈ હતી.

સામાન્ય વરસાદમાં પણ હોસ્પીટલમાં પાણી ઘુસી જવાની સમસ્યા ઘણી જુની હોવા છતા સરકાર દ્વારા સમસ્યા નિરાકરણના કંઈ પગલાં ભરવામાં આવતા ન હોય સામાજીક રાજકીય કાર્યકરોએ તાત્કાલીક વરસાદી પાણીથી નિકાલ માટેની સુવિધા ઉભી કરવા માંગ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.