Abtak Media Google News

 જસદણ અને જેતપુર તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. બીજી તરફ જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના માણસા, લોક, હેમાળ, દુધાળા, સરોવડા, કાતર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

ખાંભામાં આજે ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. સવારે અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી થોડીવાર માટે વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. જસદણના આટકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજુલાના જીંજકા, ડંગુ, માંડળ સહિત આસપાસના ગામોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ખેતરો પાણી પાણી થઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.