આલ્પ્સના બરફાચ્છાદિત પર્વતો વચ્ચે સ્વર્ગની સફર

national
national

આ અનોખી ટ્રેનમાં ડબાનો આકાર ગોળાકાર હોવા છતાં આધુનિક ટેકનોલોજીના કારણે મુસાફર સંતુલન ગુમાવતો નથી !!!

આલ્પ્સના બરફાચ્છાદિત પર્વતો વચ્ચે સ્વર્ગની સફર કરાવે છે. આ અનોખી ટ્રેન. જી હા, આ ટ્રેન અનોખી એટલા માટે કહી શકાય કેમ કે તેના કોચ એટલે બોગી એટલે ડબા તે પરંપરાગત આકારના ચોરસ ડબા નથી બલ્કે વર્તુળાકાર એટલે કે ગોળ છે !!!

આપણે જેમ ફજરકાળકામાં બેસીએ ત્યારે તેના પીંજર ગોળ હોય છે બસ એ જ તર્જ પર આ અનોખી ટ્રેનના ડબા ગોળાકાર છે. અરે, બાળકોની ટ્રેન ‘બાબા ગાડી’ વિશે અત્યાર સુધી કોઈએ ગોળાકાર ડબાનું વિચાર્યુ ન હતું પરંતુ આ સ્વિસ ટ્રેનના ડબાના આકાર હટકે છે. બાય ધ વે, આ વિશ્ર્વની સૌથી વધુ સીધા ચઢાણવાળી રેલવે લાઈન આલ્પ્સની બરફાચ્છાદિત પર્વતમાળામાંથી પસાર થાય છે. જે મુસાફરોને સ્વર્ગની સફર (મોજ) કરાવે છે. આ ટ્રેન સ્વાભાવિક રીતે જ સ્વિસ ટેકનોલોજીથી બની છે. સ્વિસ પ્રેસિડન્ટ ડોરિક લોથાર્ડે શુક્રવારે આ અનોખી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું. જે આલ્પ્સની બરફાચ્છાદિત પર્વતમાળામાંથી પસાર થઈને ૧૩૦૦ મીટરની સફર કરે છે.

રવિવારથી જનતાની સેવામાં અધિકૃત રીતે આ ટ્રેન જોડાશે. આ ટ્રેનની સ્પીડ ૧૦ મીટર પ્રતિ સેક્ધડ છે. આ ટરેનની બનાવટ માટે છેલ્લા ૧૪ વર્ષથી પ્લાનિંગ ચાલતું હતું. સ્વિસ રેલવેએ એક જાહેરનામામાં જણાવ્યું હતું કે, અમને આ ટ્રેન માટે ખુબ જ ગર્વ છે. ડબા ગોળાકાર હોવા છતાં તેની આધુનિક ટેકનોલોજીના કારણે મુસાફર તેનું સંતુલન ગુમાવતો નથી. આ પ્રોજેકટ પાછળ પર મિલિયન સ્વિસ ફ્રાંક (સ્વિસનું ચલણ) વપરાયા છે. આ સીધા ચઢાણવાળી વિશ્ર્વની પ્રથમ ટ્રેન છે. જે દરિયાઈ સપાટીથી ઉપર ચઢાણ કરીને મુસાફરોને સ્વર્ગની સફર કરાવે છે.

ટૂંકમાં સ્વિસ રેલની ૧૪ વર્ષની આકરી મહેનત આ અનોખી ટ્રેનના પ્રોજેકટ પાછળ લેખે લાગી છે. આ અનોખી ટ્રેન વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેમાં નવાઈ નથી.

Loading...