Abtak Media Google News

ચૈત્રના દનીયા ખૂબ તપ્યા બાદ વૈશાખની શરૂઆતે સૂર્યદેવના આકરા મિજાજે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે 43’ડિગ્રી તાપમાનનો પારો પહોંચતા છેલ્લા દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો ગરમાગરમ લુ ના કારણે માનવી તો માનવી પશુ પક્ષી પણ અકળાઈ ઉઠ્યા હતા …

સામાન્ય રીતે દરિયા કિનારેના શહેરોમાં ઉનાળામાં બહુ ગરમી નથી પડતી અને દરિયા તરફથી આવતા ભેજ વાળા પવનને કારણે હવામાન સૂકું નથી થતું જેના કારણે 38 થી વધુ તાપમાનનો પારો પહોંચતો નથી પરંતુ છેલ્લા 2 દિવસ થી ગીરના જંગલ તરફથી આવતા પવનના કારણે અચાનક તાપમાનમાં 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે.

અને બપોરના સમયે કુદરતી કરફ્યુનો માહોલ જોવા મળે છે લોકોની અવરજવર અને બજારો સુમસાન બની જવા પામી છે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 2 થી 3 દિવસ ગરમીનો પારો વધશે ત્યારે ઉના ગિરગઢડા સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી એ દાયકાના રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે……

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.