Abtak Media Google News

મકરસંક્રાંતિ આવતા ચીકી બજાર ‘ગરમ’: શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક તલ, સીંગ, દાળીયા, ટોપરૂ, ડ્રાયફ્રુટ સહિતની ચીકી ખાઈ લોકો તંદુરસ્ત આરોગ્ય મેળવી રહ્યા છે : શહેરની અનેક ચીકી શોપમાં તમામને પરવડે તેવા ભાવમાં આરોગ્યવર્ધક ચીકીનું વેચાણ

શિયાળાની શરૂ આત થતા જ બાળકો, વૃદ્ધો સૌ ગરમ કપડા પહેરતા હોય છે તેમ ખોરાક પણ હેલ્ધી લેતા હોય છે ત્યારે વૃદ્ધો, બાળકો સૌને શિયાળામાં સ્પેશિયલ વાનગી એટલે ચીકી. લોકો ચીકી મનભરીને ખાતા હોય છે ત્યારે આપણે ચીકીનો થોડો ઈતિહાસ જોઈએ.

ચીકી વિશે એવી વાત છે કે, ૧૮૮૮માં જયારે ભારતની પ્રથમ રેલવે લાઈન બનાવાની હતી ત્યારે મુંબઈનું એક ખુબ પ્રસિઘ્ધ સ્થળ લોનાવાલા ત્યાં કામ કરતા લોકો-મજુરો ધીમે-ધીમે કામ કરતા હતા ત્યારે એક વ્યકિતએ સારી વાત કહી કે આ લોકોને પૌષ્ટીકની સાથે સ્વાદિષ્ટ વસ્તુઓ આપો જેથી ઝડપથી કામ કરી શકે તો આવી રીતે ભારતમાં મગનલાલ દ્વારા ચીકીની ઓળખ આપવામાં આવી. ચીકી ખાવાથી થતા ફાયદા વિશે વાત કરીએ તો ચીકી એકદમ પૌષ્ટિક આહાર છે.

3 8

ચીકી શિયાળામાં ગમે ત્યારે ભાવે છે અને ચીકી તે નાના-મોટા સૌ ખરીદી શકે છે.પ્રથમ જયોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પ્રસાદીમાં ધરાય છે રાજકોટની રાજેશ ચીકી

4 5

 

  • આ વર્ષે બોન બોન, કેટબરી સહિતની ચોકલેટ ફેવરની ચીકી સ્વાદ રસિકોને દાઢે વળગીવિશ્ર્વ વિખ્યાત લોનાવલાની ચીકીને પણ બરાબરની ટકકર આપે છે રાજકોટની ચીકી માત્ર શિયાળામાં નહીં પરંતુ રાજકોટમાં વર્ષભેર મળે છે તાજી અને સ્વાદિષ્ટ વિવિધ પ્રકારની ચીકી5 7
  •  માત્ર શિયાળામાં જ નહીં બારે મહિના ચીકી ખાવી જોઈએ : મનોજભાઈ ચોટાઈ

6 3

જલારામ ચીકીનાં મનોજભાઈ ચોટાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૯૬૨થી જલારામ ચીકીની શરૂ આત કરી. ગોળની, સિંગ, તલ, દારીયા, ટોપરા અને ગુંદની સાની બનાવવામાં આવે છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એવો ટ્રેન્ડ છે કે આપણે ચીકી શિયાળામાં ખાવી જોઈએ એ હેલ્થ માટે સારી પરંતુ બારે મહિના ચીકી ખાવી જોઈએ. અમે બારે મહિના ચીકી બનાવીએ છીએ. બારે મહિના ચીકી ખાવી એ હેલ્થ માટે સારી છે.અમે ચીકી બનાવવાની થીયરી ગોળ અને તલ સિવાય બીજુ કાંઈ મિક્ષ કરતા નથી અને અમારી બનાવવાની થીયરી અલગ છે. પ્રાચીન સમયથી જ ગોળ આપણા હિન્દુસ્તાનમાં જ બને છે. ગોળ એક પોઝીટીવ પચે તેવી વસ્તુ છે. ગોળ કોઈ નુકસાનકારક નથી. અબતકના માધ્યમથી એટલું જ કહીશ કે તમે પોઝટીવ વસ્તુ ખાઓ. આખા ગુજરાતમાં અમે ચીકી સપ્લાય કરીએ છીએ.

  • ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુખ્ય ધ્યેય : નરેશભાઈ ભંભલાણી

7 2

મોહિની ચીકીનાં નરેશભાઈ ભંભલાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ૧૯૯૬થી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. ગોળ, ખાંડ, ડ્રાયફ્રુટની ચીકી અમે બનાવીએ છીએ. આ વર્ષે અમે નવું સીંગના ભુકકાની ચીકી ચોકલેટ ટેસ્ટમાં લાવ્યા છીએ તથા ગોળ કાજુની, સોના, કેશર, બદામ પિસ્તા ચીકી લાવ્યા છીએ.  સૌથી વધુ ગોળની ચીકી વેચાય છે. ખાંડનું ચલણ ધીમે-ધીમે ઘટતું જાય છે. ગ્રાહકોનો સંતોષ એજ અમારી મુખ્ય બાબત છે. વર્ષોથી અમે ચીકીના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. શિયાળામાં અમે ખજુર, ડ્રાયફ્રુટ તથા મમરા અને તલના લાડુ પણ રાખીએ છીએ.

  • આ વર્ષે અમે બટર તલની નવી ચીકી બનાવી : નાનુભાઈ પંડયા

1 20

રાજેશ ચીકીના નાનુભાઈ પંડયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે ૫૦ વર્ષથી વેપાર કરીએ છીએ અને એમાં અમે ૩૫ વર્ષથી ચીકીની લાઈનમાં આવ્યા. જે મીઠાઈ બનાવતા હોય એ ચીકીની ચાસણી બનાવતા હોય છે. આખા ગુજરાતમાં અમારી ચીકીનું એક નામ છે. ૩૫ વર્ષ પહેલા અમે ટુકડા ચીકી બનાવવાનું શ‚ કર્યું એ અત્યારે પણ પ્રખ્યાત છે. સોમનાથ મંદિરમાં પણ અમે ચીકી પ્રસાદી‚પે આપીએ છીએ. ગ્રાહકો જ એમ કહે છે કે અમે ચીકી ખુબ સારી બનાવીએ છીએ. ચોકસાઈ અને સારી વસ્તુ વાપરનારને મંદિનો માહોલ નડતો નથી. રાજકોટમાં ચીકીનું માર્કેટ ખુબ સારું છે. બજાર કરતા અમારી ચીકી મોંઘી હોય છે પરંતુ તેની સામે કવોલીટી ખુબ સારી હોય છે. સારી કવોલીટી આપવી એ જ અમારો ધ્યેય છે. વેપારીએ કવોલીટીની સાથે પોતાનો સ્વભાવ પણ સારો રાખવો જ‚રી છે. અમે ૧૪થી ૧૫ પ્રકારની ચીકી બનાવીએ છીએ. ખજુર પુરી શ‚ કરવાવાળા આખા ગુજરાતમાં અમે એક જ છીએ. નવરત્નલાડુ, ખજુરપુરી એ અમે ઓછી ગોળના બનાવીએ છીએ અમે આ વખતે બટર તલની ચીકી નવી બનાવીએ છીએ. ચીકી બે થી ત્રણ મહિના સુધી સારી રહે છે.

  • ડાયાબિટીસનાં દર્દી માટે અમે સ્પેશિયલ ચીકી બનાવીએ છીએ : સલીમભાઈ મુસાણી

2 9

સંગમ ચીકીના સલીમભાઈ મુસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જેવી ઠંડી પડે એટલે ચીકીની ડિમાન્ડ વધી જાય છે. અમે સિંગ, તલ, દારીયા, ચોકલેટ, કેડબરી, ગોળ તથા ખાંડની ચીકી બનાવીએ છીએ. ગ્રાહકો ગોળની ચીકી વધારે માંગે છે. એ હેલ્થ માટે સારી હોય છે માટે ગોળની ચીકી વધારે ખવાય છે. શિયાળામાં ગોળ, સિંગદાણા, તલ એ બધુ ખાવું જોઈએ એ બધુ પૌષ્ટીક આહાર છે. ડાયાબીટીસવાળા ખાઈ શકે તે માટે અમે સ્પેશિયલ ઓછા ગોળની ચીકી બનાવીએ છીએ. ચીકી એક મહિનો સારી રહે છે. અમારી સ્પેશ્યાલીટી ઓછા ગોળની ચીકી, ખજુર પાક, ડ્રાયફ્રુટ ચીકી, બોનબોન ચીકી છે. ચીકીમાં સીંગ, દારીયા, રેવડી, રાજગરાની ચીકી, ખજુર એ બધુ પણ વેચાય છે. શિયાળામાં પૌષ્ટીક આહાર ખાવ અને તંદુરસ્ત રહો.

  • ચીકી બનાવવાની નાનાપાયે શરૂ આત બાદ આજે અમારૂ સમગ્ર ભારતમાં માર્કેટ : ભાવિકાબેન વાછાણી

3 9

મીઠાસ ચીકીનાં ભાવિકાબેન વાછાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલા ૨૦૧૦માં મને અને મારી બહેનને હિંચકા ખાતા-ખાતા વિચાર આવ્યો કે શિયાળામાં ત્રણ મહિના માટે એવું કાંઈક કરીએ કે જેનાથી પબ્લીકને પણ લાભ મળે અને આપણને પણ લાભ મળે એટલે અમે ચીકી બનાવવાની શ‚આત નાના પાયે કરી હતી જેમાં અમે પહેલા દિવસે ૩૫ થી ૪૦ કિલો ચીકી બનાવી હતી. ધીમે-ધીમે અમને પ્રતિસાદ મળતો ગયો. અત્યારે અમારી પાસે ઓટોમેટીક પ્લાન્ટ છે. અમારા પરિવારે પણ અમને ખુબ સાથ આપ્યો છે. શ‚આતમાં અમે એક-એક કિલો પણ હોમ ડિલીવરી આપતા. અમો ચીકીમાં દાણા અને ગોળ વાપરીએ છીએ તે સારી કવોલીટીના વાપરીએ છીએ માટે અમે બીજા કરતા જુદા પડીએ છીએ. અમારી ચીકી દાતમાં ન ચોટે, ક્રીસ્પી હોય છે. અમે સિંગ, તલ, ટોપરું, ક્રસ તેમજ ચાર જાતની માવા ચીકી બનાવીએ છીએ. હજુ આવતા વર્ષ ચાર નવી ચીકી બનાવવામાં આવશે. જુની કહેવત છે ‘શિયાળાનું છાણુ અને જુવાનીનું નાણુ આખી જીંદગી કામ આવે એવી રીતે શિયાળામાં ખાધેલી ગોળ, દાણા, તલ એ બધુ હેલ્થ માટે સારું છે. મેહુલ કમાણીએ જણાવ્યું હતું કે, અમે શરૂ આતમાં રાજકોટ પુરતી જ પ્રોડકટ વેચતા ત્યારબાદ અમદાવાદ, સુરત, વડોદરામાં અમે વેચાણ શ‚ કર્યું જયાં સારો રીસ્પોન્સ મળ્યો. ત્યારબાદ અમે સમગ્ર ભારતમાં અમારું માર્કેટ છે. અમને સતત બે વર્ષ બેસ્ટ ન્યુ બિઝનેસનો એવોર્ડ પણ મળ્યો છે.

  • અમે તલ, સીંગ, દાળીયા, ટોપરૂ, ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનાવીએ છીએ : સ્મિતાબેન કનેરીયા

4 6

હાસ ચીકીનાં સ્મિતાબેન કનેરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાત વર્ષથી અમે માર્કેટમાં છીએ. અમે તલ, સિંગ, દારીયા, ટોપરું, ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનાવીએ છીએ. સૌથી વધારે સિંગની ચીકી વહેચાય છે. આ વર્ષે અમે સીંગદાણા ક્રશની ચીકી બનાવી છે અને તેમાં ઓછો ગોળ હોય છે. જે ડાયાબીટીસવાળા પણ ખાઈ શકે છે અને તે ગોળ-ગરમ અને હેલ્ધી હોય છે એટલે ઠંડીની સિઝનમાં ગરમ ખાય છે અત્યારે લોકો તલને વધારે મહત્વ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.