હોકર્સ ઝોનના ફેરિયાઓ તથા શાક માર્કેટના થડાનું ત્રણ માસનું ભાડુ માફ

હવે આગળના માસનું ભાડુ ભરપાઈ કરી શકાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ની પરિસ્થિતિના અનુસંધાને હોકર્સ ઝોનના ફેરિયાઓ તથા શાક માર્કેટના થડાનું માહે એપ્રિલ  મે – જુન ૨૦૨૦નું ત્રણ માસનું ભાડું માફ કરવામાં આવેલ છે. આજ રોજ તા.૦૧/૧૦/૨૦૨૦થી હોર્કર્સ ઝોન ફી તથા થડાના ભાડાની વસુલાત તમામ સીટી સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે શરૂ કરવામાં આવેલ છે. આ અંગે કમ્પ્યુટર વિભાગ દ્વારા સીસ્ટમમાં જરૂરી અપડેશન કરવામાં આવેલ છે.

હોકર્સ તથા થડા હોલ્ડર્સ દ્વારા એપ્રિલ-મે-જુન ૨૦૨૦ના માસમાં જો કોઈ ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવેલ હશે તો આ રકમ પછીના મહિનાના ભાડામાં મજરે આપવામાં આવશે. જે મહિનામાં ભાડાની રકમ મજરે આપવામાં આવશે તે મહિનાની ૦૦ રકમની રીસીપ્ટ પ્રિન્ટ કરી આપવામાં આવશે. હોકર્સ તથા ફેરીયાઓને સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતેથી પોતાની રીસીપ્ટ મેળવી લેવા તથા આગામી માસનું ભાડુ ભરપાઈ કરી આપવા અનુરોધ કરવામાં આવે છે.

Loading...