Abtak Media Google News

ભુલ્યા ભટક્યાને સાચી દિશા ચિંધનાર ગુગલ મેપનો આપણે સૌ ક્યારેક તો ઉપયોગ કરીએ જ છીએ. જે આપણને નેવિગેશન સુવિધા પૂર્ણ પાડે છે. પરંટુ શું તમે ગુગલ મેપનો આ રીતે ટ્રીક્સથી ઉ૫યોગ કર્યો છે ? આજે તમને જણાવીશું આવી જ ટ્રિક્સ વિશે જેનાથી તમે અજાણી હશો અને જાણીને કહેશો કે આ તો મજેદાર છે.

– ગુગલ મેપથી તમે મેપ ડાઉનલોડ પણ કરી શકો છો તમારા ફોનના CDSકાર અથવા બાઇક સાથે જોડી શકો છો. ડાઉનલોડ કરેલા મેપ જો વાઇફાઇના સંપર્કમાં આવે તો ઓટોમેટિક અપડેટ થઇ જાય છે. અને તે તમને ઓફલાઇન મેપ માણી શકશો.

– જો તમે ઓફલાઇન મેપ ડાઉનલોડ કરી લીધો હોય તો તમારા ઘર, ઓફિસનું એડ્રેસ ડિફોલ્ટ લોકેશનમાં એડ કરી શકો છો. તેનાથી નેવિગેશન ઝડપથી થશે અને તમારા ઘરથી જ તમને ટ્રાફિકની ખબર પડી જશે.

– ગુગલ મેપમાં લોકેશન શેરિંગ ઓપ્શન પણ છે. જેનાથી તેમ નિર્ધારિત સમય સુધીમાં લોકેશન શેર કરી શકો છો. આ ફિચર્સ તમારા ફ્રેન્ડ ફેમિલીને તમારા લોકેશનના પુરાવા તરીકે મોકલી શકો છો.

– અચાનક ફોન આવે તે ઘરે મહેમાન આવે છે અને રસાડામાં કઇ છે નહીં તો ગુગલ તમને તેમાં પણ હેલ્પ કરશે.

– જો તમારી બાઇકનું પેટ્રોલ ખુંટવા આવ્યુ હોય અને તમને પેટ્રોલ પંપનો અંદાજો ન હોય તો ગુગલ મેપ ગુગલેશ્ર્વરજી તમને પેટ્રોલ પંપ પણ શોધી આપશે તો તાજેતરમાં જ ગુગલમાં શૌચલાયોના લોકેશન પણ સર્ચ કરી શકાય છે.

– જ્યારે તમે ડ્રાઇવ કરતા હોય અને ગુગલ મેપ પણ કરતા હોય તો ‘ઝુમ’ કરવુ થોડુ અઘરુ બને છે તો તેના માટે ગુગલજી તમને ડબલ ટેપ ઝુમીંગનો વિકલ્પ આપે છે.

– ગુગલ મેપથી તમે ટ્રેઇનના ટાઇમટેબલ અને તમારા ડેસ્ટીનેશનનો સમય રુટ પ્રમાણ પણ બતાવશે.

– જો તમે ક્યા રસ્તેથી આવ્યા તે યાદ નથી રહેતુ તો ગુગલ મેપ મહાશય તમને તમારુ પોતાનું લોકેશન ટ્રેક કરવાની પણ સુવિધા આપે છે.

હવે ગુગલ મેપમાં આટલા બધા તો ફિચર્સ છે જ તે હવે તમને આવક પણ અપાવશે ગુગલ તેમના સર્વે પ્રમાણે ફિડબેક કરનારાઓને ખાસ રિર્વોડ અપાવે છે.આ રિવાર્ડ મેળવવા માટે તમારે ગુગલ મેપમાં તમારી માહિતી જોડવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.