Abtak Media Google News

આજે અમે તમને ફોનના બે સેટિંગ વિષે માહિતી આપી રહ્યા છીએ. જેના વિષે તમે કદાચ જ જાણતા હશો.તમે સરળતાથી તમારા સ્માર્ટફોનમા આ સેટિંગ કરી શકો છો. આ સેટિંગના ઉપયોગથી તમે ફોનની સ્ક્રીનને પર્ટીકુલર એરિયામાં સિલેક્ટ કરી બ્લોક કરી શકો છો.આ સેટિંગ યુ ટુયુબ પર વિડીયો જોતી વખતે કામ આવી શકે છે.

બીજા સેટિંગમાં ફોનના ડેવલપર ઓપ્શનને કઈ રીતે બંઘ કરવું તે જોવાનું છે.આમતો આ ઓપ્શન વઘુ યુઝ થતો નથી.

પહેલા સ્ક્રીનને બ્લોક કરવા માટે ફોનના સેટિંગમાં જય Accesbilites પર ક્લિક કરો અહી તમને dexterity and interaction પર ક્લિક કરી interaction control પર ક્લિક કરો. હવે interaction controlને ઓન કરી દો.ત્યાર બાદ હોમબટન અને વોલ્યુમ ડાઉન બટનને એકસાથે પ્રેસ કરો તેનાથી એક નવી સ્ક્રીન ફોન ડિસ્પ્લે પર આવશે. આ સ્ક્રીનને એડજસ્ટ કરી જેટલી સ્ક્રીનને સિલેક્ટ કરવા માંગો છો તેટલી સિલેક્ટ કરી દો. આમ કરવાથી ફોનનો તેટલો એરિયા બ્લોક થઈ જશે.ત્યાર બાદ આ સ્ક્રીને બંધ કરવા માટે હોમબટન અને વોલ્યુમ ડાઉન બટનને એક સાથે પ્રેસ કરો.

હવે બીજું સેટિંગ ડેવલપર ઓપશને બંધ કરવા માટે ફોનના સેટિંગમાં જઇ એપ્સ મેનેજરમાં જાઓ. ત્યાર બાદ ઓલ એપ્સમાં જઈ સેટટિંગ પર ક્લિક કરો ત્યાર બાદ અહી ક્લિયર ડેટા પર ક્લિક કરો. ફોનના ડેવલપર  ઓપ્શનને બંધ કરી દો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.