વોટસએપને લઈને ફરિયાદ છે ? તો આ રીતે પહોચાડો નિવારણ અધિકારી સુધી…

62

ઈ-મેઈલ દ્વારા ફરિયાદ નોંધાવી અમેરિકામાં ડાયરેકટ નિવારણ અધિકારી સુધી પહોંચાડી શકાશે

ફેક ન્યુઝ, વાયરલ મેસેજીસ અને મોલ લિચિંગની ઘટનાઓને કારણે વોટસએપ વિશ્ર્વભરમાં પોતાની વિશ્ર્વાસનીયતા ગુમાવી રહ્યું છે ત્યારે અંતે આ ઘટનાઓની ગંભીર નોંધ લઈ અમેરિકામાં ભારતીયોની વોટસએપ અંગેની ફરિયાદો માટે નિવારણ અધિકારીની નિમણુક કરી છે. એપની અપડેટમાં નોંધવામાં આવ્યું છે કે મોબાઈલ એપ અથવા ઈ-મેઈલ દ્વારા લોકો વોટસએપને લગતી સમસ્યાઓની ફરિયાદ અમેરિકામાં કરી શકે છે. નિવારણ અધિકારીની જવાબદારી કોમલ લહીરીને સોંપવામાં આવી છે જે વોટસએપના ગ્લોબલ કસ્ટમર ઓપરેશનના સિનીયર ડાયરેકટર છે.

સુત્રો મુજબ ગ્રેવિયન્સ ઓફિસની નિમણુક ઓગસ્ટમાં જ કરવામાં આવી હતી. આ ઓફિસર અમેરિકન ટેક જાયન્ટ સાથે યુએસમાં જ કામ કરશે. વોટસએપની ઓફિસીયલી વેબસાઈટ મુજબ ગ્રાહકો ‘સેટીંગ’ ટેબમાં જઈને જ ફરિયાદ નોંધી શકે છે જે ડાયરેકટ ગ્રેવીએન્સ અધિકારી સુધી પહોંચશે. એફએકયુના સેકશન મુજબ સુચના અપાઈ હતી કે ગ્રાહકો તેના એકાઉન્ટ અંગેના પ્રશ્ર્નો અને ફરિયાદો માટે વોટસએપ ટર્મ એન્ડ કંડીશન્સ મુજબ ઈ-મેઈલ મોકલી શકો છો. સરકાર છેલ્લા કેટલાક સમયથી ફેક ન્યુઝ, ખોટા મેસેજના વાયરલને રોકવા માટે વોટસએપ ઉપર દબાણ કરી રહી હતી.

૨૦૦ મીલીયન યુઝર્સ સાથે ભારત વોટસએપનું સૌથી વિશાળ માર્કેટ છે. જુલાઈમાં ફોરવર્ડ મેસેજીંગમાં પણ ચેટબાંધણું કરી દેવામાં આવ્યું છે અને ફોરવર્ડ કરેલા મેસેજમાં ફોરવર્ડનું લેબલ પણ રાખવામાં આવે છે. ફેક ન્યુઝને કારણે વધતી હિંસાને લઈને ભારતે ચેતવણી પણ આપી હતી કે જો આ પ્રવૃતિઓ ફેલાતી અટકશે નહીં તો જરૂર પડયે ભારતમાં વોટસએપ ઉપર પ્રતિબંધ પણ લાગી શકે છે.

Loading...