Abtak Media Google News

તપાસ માટે sit નું ગઠન  ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

યુપીનો હાથરસ દુષ્કર્મ કેસનો વિવાદ વધારે વકરી રહ્યો છે. દેશમાં આક્રોશનો માહોલ છે. જેના પગલે પીએમ મોદીએ સીએમ યોગી સાથે વાત કરી છે. સીએમ યોગીએ કહ્યું કે પીએમએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. હાથરસ ગેંગરેપના મામલે પીએમ મોદીએ સીએમ .યોગી આદિત્યાનાથ સાથે વાત કરી છે. એ બાદે યોગીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. તેમજ યોગીએ કહ્યું કે દોષિતોને કડક સજા આપવામાં આવશે.

યુપીના હાથરસમાં દુષ્કર્મનો મામલે સીએમ યોગીએ હાથરસ કેસની તપાસ માટે જઈંઝનું ગઠન કર્યું છે. ગૃહસચિવની અધ્યક્ષતામાં જઈંઝનું ગઠન કરવામાં આવ્યું છે.  જઈંઝમાં દલિત અને મહિલા અધિકારી સામેલ કરાયા છે.  તેમજ સીએમ યોગીએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવા કહ્યું છે.

બીજી તરફ પરિવારનો પોલીસ પર આક્ષેપ છે કે પોલીસે તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને ઘરમાં પુરીને દીકરીના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. પરિવારે કહ્યું હતું કે  અમે સવારે રીતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા માગતા હતા. ત્યારે પોતાના બચાવમાં પોલીસે કહ્યું કે પરિવારજનોને પૂછીને અંતિમ સંસ્કાર કરાયા હતા. પરિવારજનોની મંજૂરી બાદ અંતિમ સંસ્કાર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે આ કેસ દેશભરમાં ભારે ચર્ચિત બન્યો છે. આરોપીઓ ઉપર ઠેર ઠેરથી ફિટકાર વર્ષી રહ્યો છે. જેને કારણે પીએમ મોદીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સાથે ખાસ વાતચીત કરી ઘટના અંગેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. સાથે આ ઘટનાના કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ પણ આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.