ઉપલેટામાં બે ઈંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી: પાકને ફાયદો

ચાલુ સાલ ખેડુતો માટે સારા ચોમાસાની નિશાની વર્તાઈ રહી છે. સમયસર અને જોતા પુરતો વરસાદ પડતા પાકને પુષ્કળ પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે. ગઈકાલે બપોર બાદ ધીમીધારે બે ઈંચ વરસાદ પડતા ખેડુતોમાં ખુશી છવાઈ છે. છેલ્લા બે દિવસથી અસહ્ય બફારા બાદ ગઈકાલે બપોર બાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંચ જેવો વરસાદ ધીમીધારે વરસી જતા કપાસ, મગફળી સહિતના પાકને પુષ્કળ ફાયદો થયો છે. ચાલુ વર્ષે વરસાદ સમયસર અને નિયમિત વરસવાને કારણે પાકને ખુબ જ ફાયદો થાય તેવું ખેડુતો જણાવી રહ્યા છે. જયારે શહેર-તાલુકાને પાણી પુરુ પાડતા મોજ-વેણુ-ભાદર-૨ ડેમ હાલમાં પણ ઓવરફલો થઈ રહ્યા હોય તેથી ત્રણેય નદીમાં પાણી વહેવાથી કુવા-બોરના તર ઉંચા આવવાથી ખેડુતોને ઉનાળા પાકમાં પણ ફાયદો થશે.

Loading...