હનુમાન મઢી ચોક પોલીસે કર્યો બ્લોક

59

કોરોના વાયરસના ચેપને આગળ વધતો અટકાવવા કરાયેલા લોક ડાઉન દરમિયાન પોલીસની કડકાઇ અને કોમળતા જોવા મળી છે. રાજકોટમાં માનવીય સંવેદના સાથે કામ કરતા પોલીસ સ્ટાફની પસંશનીય ફરજ ઉડીને આંખે ચડી છે ત્યારે ઘણા પોલીસ સ્ટાફે કોરોના દરમિયાન ‘કોરી’ કામગીરી મને ક-મને કરવી પડતી હોય તેવું જણાય રહ્યું છે. રૈયા રોડ પર હનુમાન મઢી ચોકને ચારેય સાઇડથી બ્લોક કરી આશ્ર્ચર્ય સજર્યુ છે.

આમ્રપાલીથી રૈયા તરફની અવર જવર બંધ કરી તે રીતે નિર્મલા સ્કૂલી એરપોર્ટ તરફની અવર જવર બંધ કરવા બેરીકેટ અને ટ્રાફિકની છત્રી આડી રાખી દીધા છે. હનુમાન મઢી ચોકથી ઇમરજન્સીમાં એમ્યુલન્શ કે ફાયર ફાયટરને પસાર થવું પડે ત્યારે તાત્કાલિક અડચણ દુર કરવી મુશ્કેલ બને તેમ છે. હનુમાન મઢી ચોક ચારેય સાઇડથી બંધ કરવા પાછળ પોલીસનું જે કંઇ ગણિત હોય પણ ઉચ્ચ અધિકારીઓ સીસીટીવી ફુટેજ જોવે ત્યારે હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક ન હોવાનું બતાવવા બંધ કરાયો હોય તેમ જણાય રહ્યું છે.

Loading...