Abtak Media Google News

હનુમાનજી સાત ચિરંજીવીમાના એક છે અને રામકથામાં કોઇપણ સ્વરુપે હાજર રહે છે

ચૈત્ર સુદ પુનમને શુક્રવાર તા. ૧૯-૪-૧૯ ના દિવસે હનુમાન જયંતિ છે આ દિવસે ચિત્રા નક્ષત્ર સાંજે ૭.૩૦ સુધી છે જે હનુમાન જયંતિના દિવસે શુભ માનવામાં આવે છે.હનુમાનજીનુ પુજન બપોરે અભિજિત મુહુર્તમાં ૧૨.૨૦ થી ૧.૧૧ તથા સાંજે પ્રદોશ કાળમાં ૭.૦૯ થી ૮.૩૫ કરવું વધારે શુભ છે.હનુમાનજી સાત ચિંરજીવી માતા એક ચિરંજીવી છે કહેવામાં આવે છે કે હનુમાનજી રામકથામાં કોઇપણ સ્વરુપે હાજર રહે છે.

એક વખતે હનુમાનજી સૂર્યને જોઇ અનુ સૂર્યના રથમાં રમવા લાગે છે ત્યારે રાહુ ગ્રહ સૂર્યને ગ્રહણ કરવા આવે છે પરંતુ હનુમાનજી રાહુ ને પકડી  લે છે ત્યારબાદ કઇપણ રીતે રાહુ હનુમાનજીની પકડમાંથી છુટી જાય છે અને રાહુ દેવરાજ ઇન્દ્ર પાસે જાય છે. ફરીયાદ કરે છે તમે મને સૂર્યને ગ્રહણ કરવાનો અધિકાર આપ્યો છે. પરંતુ આ બાળક સૂર્યને ગ્રહણ કરવા દેતો નથી આથી દેવરાજ ઇન્દ્ર હાથી પર બેસી અને બાળક પાસે જાય છે. પરંતુ બાળક હનુમાન હાથીને સારુ ફળ સમજી પકડવા લાગે છે.

આથી દેવરાજ ઇન્દ્ર બાળક પર વજુ ફેકે છે. આમ બાળકની ડાળીહડપચી તુટી જાય છે. અને પહાડ પર પડે છે આથી વાયુદેવ પોતાની ગતિ રોકી લયે છે. અને ઇન્દ્રદેવના શ્વાસ રોકાઇ જાય છે. ઇન્દ્ર બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી ઇન્દ્રને સમજાવે છે આ બાળક સાધારણ બાળક નથી આ બાળક મહાદેવજીનો અંશ અવતાર છે. આથી ઇન્દ્ર બાળકને વરદાન આપે છે. આજથી તારો કોઇ વાળ પણ વાંકો નહી કરી શકે અને મારા વજ્રથી તારી હનુ (હડપચી) તૂટી એટલે આજથી તારું નામ હનુમાન કહેવાશે.

હનુમાનજીની પૂજા કરતા પહેલા સૌપ્રથમ  શ્રીરામચંદ્ર ભગવાનની પૂજા કરવી ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવી હનુમાનજીની પુજામાં કંકુનો ઉપયોગ કરવો નહિ ચંદનનો ઉૈપયોગ કરી શકાય.હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસાના પાઠ, સુંન્દરકાંડના પાઠ કરવા ઉપ્તમ છે. તે ઉપરાંત હનુમાનજીની સરસવનો તેલનો દિવો કરવો કરવો સરસવનું તેલ ચડાવવું, સિંદુર ચડાવવું, અળદના દાણા ચડાવા, લવીંગનો હાર બનાવી ચડાવવો ઉત્તમ છે. આનાથી જીવનમાં રહેલ આધી વ્યાધિ ઉપાધી દુર થઇ જશે. તેમ વેદાંતની શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.