Abtak Media Google News

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો: ધીમીધારે પડી રહેલા વરસાદને પગલે વાતાવરણ માં ઠંડક પ્રસરી

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને સવારથી જ વરસાદી ઝાપટાં પડવાનું ચાલુ થયું હતું જે વરસાદ ચાર વાગ્યા સુધીમાં  બે ઈચ જેટલો નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે તાલુકાના ઘનશ્યામપુર ગામે વરસાદ અને પવનને કારણે આઠેક મકાનોના પતરાં  ઉડ્યા હોવાનું સામે આવ્યું છે

થોડા દિવસોથી ભારે બફારા બાદ આજે હળવદ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમીધારે વહેલી સવારથી જ વરસાદ વરસવાનું ચાલુ થયું હતું જે ચાર વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે ધીમીધારે વરસેલા વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ પંથકમાં મોટાભાગે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોય જે થી મોલાત પર પડી રહેલો વરસાદ કાચા સોના સમાન સાબિત થઇ રહ્યો છે

જ્યારે વરસાદ ને કારણે અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જ્યારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે વરસાદની સાથે પવનને કારણે આઠ જેટલા મકાનોના પતરા ઉડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ કોઈ મોટી જાનહાનિ થઇ ન હોવાનું પણ સામે આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.