હળવદ: પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણની કોશિશ કરી પોલીસની આંખમાં મરચું છાંટયું

યુવતી કોર્ટ મુદતે આવતા જ તેના પરિવારજનોએ પોલીસ પર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ: આરોપીઓ પોલીસના હાવેંતમાં

હળવદમાં એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ નારાજ થયેલા તેના પરિવારજનોએ યુવતીના અપહરણની કોશિશ કરી પોલીસ પર મરચું છાંટીને ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.જોકે યુવતીએ પ્રેમલગ્ન કરતા આ અંગેની કોર્ટની. મુદતમાં હાજર  થવા આવી ત્યારે યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને યુવતીનું અપહરણ કરવાની અને લૂંટની કોશિશ કરતા પોલીસે તેમને અટકાવવા જતા આરોપીઓએ પોલીસ પર મરચું છાંટયું હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવમાં આરોપીઓ પોલીસની હાવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેરાળી ગામની યુવતી ગોપીકાબેન હાર્દિકભાઈ બાવરવા ઉ.વ.૧૯ નામની યુવતીઓ તેના પરિવારજનો માનસંગભાઈ ગણેશભાઈ રંગાડીયા, કૈલાસબેન માનસંગભાઈ રંગાડીયા, નિરૂપાબેન શામજીભાઈ રંગાડીયા, ગીતાબેન પ્રવીણભાઈ રંગાડીયા, વનીતાબેન અશોકભાઈ રંગાડીયા, અનસોયાબેન અનિલભાઈ રંગાડીયા,જોશનાબેન અશ્વિનભાઈ.લકુમ,શામજીભાઈ ભીખાભાઇ રંગાડીયા, અશોકભાઈ દેવજીભાઈ રંગાડીયા,પ્રવીણભાઈ ગણેશભાઈ રંગાડીયા સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, યુવતીએ અન્ય સમાજના યુવક સો પ્રેમલગ્ન કર્યા હોય આ બાબતે કોર્ટનું સમન્સ આવતા આજે તે હળવદ કોર્ટની મુદતમાં હાજરી આપવા આવી હતી.યુવતીના પ્રેમલગ્ન તેના પરિવારજનોને મંજૂર ન હોવાથી નારાજ થયેલા પરિવારજનોએ આજે અગાઉથી જ યુવતીનું અપહરણ કરવાનો પ્લાન ગોઠવ્યો હતો અને તમામ આરોપીઓ પેટ્રોલ ,ધોકા સો  કોર્ટમાં આવી કોર્ટના ગેટ પાસેથી યુવતીએ ગળામાં પહેરેલું રૂ.૪૦ હજારની કિંમતીનું સોનાનું મંગળસૂત્રની.લૂંટ કરી યુવતીનું બળજબરીથી અપહરણ કરવાની કોશિશ કરતા પોલીસ આવી જવાથી પોલીસે આરોપીઓને અટકાવતા આરોપીઓ પોલીસ પર મરચું છાંટીને ભાગી ગયા હતા.જોકે આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...