Abtak Media Google News

સૌથી વધુ ધનવાનો અમેરિકા અને યુરોપમાં: ક્રેડીટ સ્વિસ ગ્લોબલ વેલ્થ રિપોર્ટ

વિશ્ર્વની અડધોઅડધ મિલકતો ૧% ધનાઢ્યોના હાથમાં છે. વિશ્ર્વમાં આર્થિક અસમાનતાને લઈને તૈયાર કરવામાં આવેલા એક રીપોર્ટના આધારે આ તારણ નિકળ્યું છે. રીપોર્ટમાં દર્શાવાયું છે કે ૨૦૦૮માં ગ્લોબલ ફાઈનાન્સીયલ ક્રાઈસિસ એટલે કે વૈશ્ર્વિક નાણાકીય તંગી બાદ ધનાઢ્યોએ પોતાની સંપત્તિમાં કઈ રીતે વધારો કર્યો. ત્યારે વૈશ્ર્વિક સંપતિ ૪૨.૫ ટકા હતી. જયારે અત્યારે તેમાં વધારો થતા ૫૦.૧ ટકા થઈ છે.

ક્રેડિટ સ્વીસ ગ્લોબલ વેલ્થ રીપોર્ટ ૨૦૧૭માં લખ્યું છે કે વિશ્ર્વની અડધોઅડધ મિલકતો એટલે કે ૧૦૬ ટ્રિલિયન પાઉન્ડ ૧% ધનાઢ્યો પાસે છે. આ આંકડો ૧૦૬ ટ્રિલિયન પાઉન્ડ અમેરીકાની ઈકોનોમી કરતા આઠ ગણો વધુ છે. વિશ્ર્વના કુલ અરબપતિઓ-ખરબપતિઓમાં ૧૦% તો એકલા અમેરીકામાં છે. જે દેશની ઈકોનોમીમાં ૮૭.૮ ટકા ફાળો આપે છે. ક્રેડિટ સ્વીસ ગ્લોબલ વેલ્થ રીપોર્ટ ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૭ના અંતરે તૈયાર કરવામાં આવ્યો છે.વિશ્ર્વના આ ૧% ધનાઢ્યોની કુલ સંપતિ ૨૦૧૦માં ૨૮૦ ટ્રિલિયન અમેરીકી ડોલર હતી. અમેરીકા પછી સૌથી વધુ ધનાઢ્યો બ્રિટનમાં છે. અહીં ધનાઢ્યોની સંખ્યા અમેરીકાની જેમ વધતી રહે છે. ખરબોપતિમાં બ્રિટનના ધનાઢ્યોની સંખ્યા ૬ ટકા છે. યુરોપમાં મંદીનો માહોલ છતાં છેલ્લા ૨૦ વર્ષમાં ધનાઢ્યોની સંખ્યામાં વધારો થયો છે.

યુરોપીયન દેશોમાં બ્રિટન સિવાય જર્મની, ફ્રાન્સ, ઈટલી, સ્પેનનો પણ સમાવેશ થાય છે. એક તાજા રીપોર્ટ અનુસાર ભારતમાં પણ કરોડપતિઓની સંખ્યામાં વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.