હાલારનું હીર ‘યોગી ઠાકર’ને યુનોએ સત્કાર્યા

આતંકવાદ સામે રંગભૂમિના માધ્યમથી જંગ છેડનાર

અભિનય સાથે સાથે ૧૨૧ વખત રકતદાન કરતા ગાંધીનગર ખાતે રાજયપાલ, નાયબ મુખ્યમંત્રીએ કર્યું સન્માન

એક બોલે, બીજો સાંભળે, ત્રીજો કરે અને ચોથો પુછે…સામાન્ય રીતે આપણને લાગે કે આને જ નાટક કહેવાય… પરંતુ ખરેખર એવું નથી. પ્રેમ, વાત્સલ્ય, વેદના, પ્રશ્ર્નાર્થ, પુરુષાર્થ, દાતારી, સુરવીરતા, ભકિત, યોગ, મુક બધીર, ડાહયા અને ગાંડા વગેરે જેવા અનેક રંગો નાટકમાં જોવા મળે છે. આમ જોઈએ તો જીવન પણ એક નાટક છે.

ટીવી અને નેટના યુગમાં સ્ટેજ પર ભજવાતા નાટકોનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું લાગ્યા કરે…પરંતુ રંગભૂમિની આ કલાને જીવંત રાખવા અને વેગ આપવા આજ પણ રંગભૂમિના જુના-નવા કલાકારો અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. રંગભૂમિના ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારો તેની ઢળતી ઉંમરે પણ નાટકોમાં પોતાના અભિનય દ્વારા પ્રેક્ષકોને જીવનનો રાહ ચિંધવા પ્રતિબઘ્ધ છે.

આવો અવાજ એક રંગભૂમિ કલાકારને આપણે ઓળખીએ…

સરકારી નોકરી, બ્લડ ડોનેશન અને રંગભૂમિમાં અભિયના ઓજસ પાથરતા-પાથરતા ૬૬ વર્ષની વયે પહોચેલા છોટી કાસી જામનગરના ‘યોગી ઠાકર’ કે જેઓ નાનપણથી જ રંગભૂમિની કલા સાથે વણાયેલા છે. ધોરણ ૯માં અભ્યાસ દરમયાન તેઓએ શહેરના ધનવંતરી ઓડિરેટીયમ ખાતે નરેન્દ્રનાથ નામના નાટકમાં અભિનય આપ્યા બાદ રંગભૂમિના કાર્યક્રમોમાં ૫ાછુ વળીનેે જોયું નથી.

કલકતા ખાતે ચીફ એન્જી.ની ફરજ બજાવતા અને કલા ક્ષેત્રના ગુ‚ કહેવાતા બાદલ સરકાર લીખીત નાટક પગલા ઘોડાનું ગુજરાતી ટ્રાન્સલેટ નાટકમાં શ્રેષ્ઠ અભિનયનો એવોર્ડ હાંસલ કર્યો. અન્ય શ્રેષ્ઠ નાટકો જેમાં દ્રશ્ય છવાયા ભીની પાંપણમાં તેમજ ગુજરાતી ફિલ્મના લેખક હર્ષવંત પંડયાનું નાટક પરપોઢામાં પણ બેસ્ટ એકટરનો એવોર્ડ મેળવ્યો છે.

અક્ષરધામમાં ત્રાસવાદી હુમલા બાદ ત્રાસવાદ વિરોધી લડતમાં અભિનય કલા દ્વારા સહયોગ આપવા બદલ અભિનેતા યોગી ઠાકરને યુનોના હોકી અનાન દ્વારા આભારપત્ર પ્રદાન કરવામાં આવ્યો છે. રાજકોટ દુરદર્શન દ્વારા મોજો એકટીંગ તેમજ ઈન્ટરવ્યુ પણ રજુ કરવામાં આવ્યું હતું.

ખાનદાન, કરિયાવર, ભાઈની બહેની લાડકી, હિન્દી ગલતી સે મીસ્ટેક હો ગઈ, ખજાને કી ખોજ જેવી ૩૭ જેટલી ટેલિફિલ્મો ઉપરાંત ધરતીનો ધબકાર, સાયબા સખણા રેજો, વહુ માથાની મળી તેમજ સુરતના નિર્માતા ગણેશ પટેલ અને ડાયરેકટર પંકજ નિમાવતની પ્રિતયુના મુલ જેવા અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. સરસ્વતી ચંદ્રફિલ્મના આસી.ડાયરેકટર વિરાટ ભટ્ટ, પ્રકાશ વૈદ્ય, રાજેશ પૂંજાણી, પ્રસિઘ્ધ કેમેરામેન નિલેષ ત્રિવેદી જેવા રંગભૂમિના દિગ્ગજ મહાનુભાવો સાથે કામ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. યોગી ઠાકરને તેનો અનેરો આનંદ છે.

આશ્ર્ચર્યની વાત તો એ છે કે માં બાપને ભુલશો નહીં. ફિલ્મના શુટીંગ સમયે આસપાસના ગામડાઓમાંથી શુટીંગ જોવા આવેલા લોકો પણ શુટીંગ દરમ્યાન ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગતા થોડીવાર માટે શુટીંગ બંધ રાખવાની ફરજ પડી હતી તેવું કહેતા યોગી ઠાકર કહે છે કે, યુનોમાંથી મને પ્રશંસાપત્ર મળ્યાનો મને અનેરો આનંદ છે. અભિનયની સાથે સાથે સેવાને વરેલા યોગી ઠાકરે ૧૨૧ વખત રકતદાન કરતા ગાંધીનગર ખાતે રાજયપાલ તેમજ નાયબ મુખ્યમંત્રીએ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા છે. હાલારની ધરામાં જન્મેલા યોગી ઠાકરે પોતાના અભિનયની કલા અને સેવાના કાર્ય થકી વિશ્ર્લેષકોએ પોતાનું નામ અંકિત કર્યું છે.

Loading...