Abtak Media Google News

સમયની સાથે સાથે ફેશન અને સ્ટાઇલિંગ સેન્સમાં પણ ઘણા ફેરફારો આવ્યા છે.હેર સ્ટાઇલમાં હાલ ડ્રેડ્લોક્સ ખુબજ પ્રચલિત અને સ્ટાઇલ આઇડિયલ બની રહ્યા છે.આ હેર સ્ટાઇલ દુનિયાભરની મહિલાઓ અને પુરુષોમાં હોટ ફેવરિટ બની રહી છે.પણ ઘણા લોકો માને છે કે આ હેર સ્ટાઇલ બનાવ્યા બાદ મેઇનટેન કરવામાં મુશ્કેલીઓ પડે છે . પરંતુ આ હકીકત નથી તમે પણ ડ્રેડ્લોક્સ બનાવી શકો છો.અને સરળતાથી તેની સંભાળ પણ લઈ શકો છો.જોકે ડ્રેડ્સ અને ટાઘ્ટ્સની કાળજી રોજ લેવાથીજ લોક્સ સ્વસ્થ રહશે . 6152762

આજકાલ હેર સ્ટાઇલિસ્ટ કોઈ પણ પ્રકારના વાળમાં ડ્રેડ લોક્સ બનાવી આપે છે.ડ્રેડ લોક્ક્સ માટે વાળ 4 થી 5 ઇંચ લાંબા હોવા જોઈએ .આમ આ હેર સ્ટાઇલ વધુ હેર ગ્રોથ હોય તો વધુ સારા લાગે છે , અમુક ટૂલ્સ અને ટેકનિકની મદદથી તમે ઘરે પણ ડ્રેડ લોક્સ બનાવી શકો છે.વાળના બરાબર સેક્શન પાડી મોટા ડ્રેડ બનાવો.ડ્રેડ્સ માટે સૌથી પેહલા બેક કોમ્બિંગ અને પછી ટ્વિસ્ટ આપો.જો ડ્રેડ્સ બનાવવા માટે તમે વેક્સનો ઉપયોગ કરશે તો ડ્રેડ્સ વધુ સારી રીતે રહશે .Dreadlocks For Women

ટ્રેસિસને વધુ સારી રીતે રાખવા માટે એક મહિના બાદ રબર બેન્ડ કાઢી લેવાથી લોક્સ તૈયાર થઈ જશે.વધુ ટાઇટ બ્રેડ્સ બનાવવાથી  વાળ તૂટી શકે છે.તમે પણ સુંદર ડ્રેડ લોક્સ બનાવી સ્ટાઇલિશ હેર ફેશન મેળવી શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.