Abtak Media Google News

શિવત્વ મ્યુઝીક દ્વારા ‘ઈક ઓનકાર’ આલ્બમ સોન્ગ યુ-ટયુબ પર લોન્ચ

રાજકોટ કલા અને સંગીત ક્ષેત્ર અનન્ય યોગદાન આપી રહ્યું છે. ત્યારે રાજકોટના યુવા સંગીત દિગ્દર્શક ભાવીક જોષી, ગાયક કલાકાર વિદિતા શુકલા, તેમજ દિગ્દર્શક રાજ્ઞેશ ઈન્દ્રોડીયા દ્વારા ગુરૂનાનક જયંતી નિમિતે ઈક ઓનકાર આલ્બમ શોંગ બનાવવામાં આવ્યુ જે યુ-ટયુબમાં શીવત્વ મ્યુઝીક ચેનલ પર રીલીસ થઈ ચૂકયું છે.

આ આલ્બમ સોંગના સંગીત દિગ્દર્શક ભાવિક જોષીએ જણાવ્યું છે કે ગુરૂનાનક જયંતી નિમિતે એક આલ્બમ શોંગ બનાવી શીખ સંપ્રદાયને ભેટ આપવાનો વિચાર અમોને ગુરુનાનક જયંતીના એક દિવસ અગાઉ આવ્યો અને અમારી પુરી ટીમે આ આલ્બમ શોંભ ફકત ૨૪ કલાકમાં ઓડિયો તેમજ વિડિયો બનાવી ભેટ આપી તેમજ રાજકોટના દિગ્દર્શક રાજ્ઞેશ ઈન્દ્રોડીયા દ્વારા ગીતનું ઉતમ દિગ્દર્શક કરવામાં આવ્યું તેમજ સુપ્રસિધ્ધ ગાયક ભાસ્કર શુકલાના પુત્રી વિદિતા શુકલાના મધુર અવાજે સ્વરાંગન કરવામાં આવ્યું જેની ગુરૂનાનક જયંતીએ શીખ સમુદાયને ભેટ અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.