Abtak Media Google News

‘હેલીકોપ્ટર’ નિશાન સાથે સદ્ભાવના પેનલ મેદાનમાં : ૪૦૦૦ પુરૂષ મતદાતાઓ મતદાન કરશે: હોદેદારો ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટની કારોબારી સમિતિ અને પાંચ ટ્રસ્ટીઓની ચુંટણી યોજાનાર છે. રાજકોટમાં વસતા ૪ હજાર જેટલા પરીવારોની સંસ્થાના કારોબારી સદસ્ય અને પાંચ ટ્રસ્ટીઓની નિયુકિત માટે સમાજના પુરૂષ મતદાતાઓ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતીની વાડી નં-૧, રામનાથપરા, રાજકોટ ખાતે સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદાન કરનાર છે.

ગુર્જર પ્રજાપતિ સમાજના ઉત્થાન, વિકાસ અને સમાજની નવી પેઢીમાં એજયુકેશનનો વ્યાપ વધે અને એક સમાજ નેક સમાજના ધ્યેયના મુખ્ય એજન્ડા સાથે જ્ઞાતિ ટ્રસ્ટની ચુંટણીમાં સમાજના વેપારીઓ, યુવાનો, નિવૃત કર્મચારી અને અગ્રણી સમાજ શ્રેષ્ઠીઓની સદ્ભાવના પેનલે સમાજમાં બદલવાની ભાવના સાથે ” હેલીકોપ્ટર ના નિશાન સાથે ઝંપાલાવ્યુ છે અને સદ્ભાવના પેનલને જ્ઞાતિમાંથી સ્વયંભુ  સમર્થન પણ સાંપડી રહ્યુ છે. આ ઉપરાંત ઈટ ઉત્પાદક સંગઠન અને સમાજના અગ્રણી મહાનુભાવો તરફથી પણ સદભાવના પેનલને સમર્થન સાંપડેલ છે.

Dsc 1742

સદ્ભાવના પેનલના કારોબારી સમિતિના ઉમેદવારો , ચંદુભાઈ જાદવ, બળવંતભાઈ હળવદિયા, રમેશભાઈ સોરઠીયા, અશોકભાઈ ગોહેલ, ભરતભાઈ ભલસોડ, મનસુખભાઈ પરમાર, નરેશભાઈ ગોરવાડિયા, ભાવેશભાઈ ભલસોડ, વિનોદભાઈ કોશીયા, મનસુખભાઈ સતાપરા, દામજીભાઈ ભલસોડ, નરશીભાઈ હળવદીયા, હિરેનભાઈ ભલસોડ, ભરતભાઈ જાગાણી, અશોકભાઈ હાલારી, વિપુલભાઈ મુળીયા અને ટ્રસ્ટી મંડળના ઉમેદવારો ગોવિંદભાઈ સરેરીયા, અમરશીભાઈ ભલસોડ, ઈશ્ર્વરભાઈ ઘાટલીયા,જયેશભાઈ ચૌેહાણ, રસીકભાઈ ભલગામા ‘ અબતક’ની શુભેચ્છા મુલાકાતે પધારેલ હતા અને ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના હિતમાં સદ્ભાવના પેનલના ઉમેદવારોને મત આપી સમાજના ઉત્થાન અને વિકાસને ફળીભુત કરવાના ઉદેશ્યમાં સહભાગી થવા દરેક જ્ઞાતિજનોને અનુરોધ કરેલ છે. સદ્ભાવના પેનલનો મુખ્ય હેતુ સમાજ માટે શૈક્ષણિક કાર્ય, ક્ધયા છાત્રાલય, પાર્ટીપ્લોટ બનાવવનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.