ગુર્જર આંદોલનની આગ વધુ ફેલાઈ સતત ચોથા દિવસે નેશનલ હાઇવે જામ

126

રાજસ્થાનમાં 5% અનામતની માંગણીને લઇને ગુર્જર સમાજનું ઉગ્ર આંદોલન ચોથા દિવસે પણ યથાવત છે. આંદોલનકારીઓએ સિકંદરા પાસે આગરા નેશનલ હાઇવે જામ કર્યો હતો. પરિણામે આ માર્ગની બસ સેવા અને ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી. ઉલ્લેખનીય છે કે મલારના ડુંગરની પાસે આંદોલનકારી રેલવે ટ્રેક પર બેઠા છે. બીજી બાજુ ધૌલપુરમાં કલમ-144 અત્યાર સુધી લાગુ કરવામાં આવી છે.

રવિવારે આંદોલનકારીઓએ પોલીસ પર પથ્થરો પણ ફેંક્યા હતા. પ્રાઇવેટ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતુ જેમાં 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભરતપુર અને અજમેર જિલ્લાઓ આંદોલનથી વધારે પ્રભાવિત થયા છે.

આંદોલનકારીઓ રોડવેઝની બસોને વધારે નુકશાન ન કરે તે માટે ઉત્તરપ્રદેશથી આવનારી બસોને રોકી દેવામાં આવી હતી. કેટલીક બસોને દૌસા સુધી જ ચલાવવામાં આવી હતી. સિંધી કેમ્પમાં 12 બસને રોકવામાં આવી હતી.ધૌલપુરની પાસે પણ ભૂતેશ્વર પુલને જામ કરી દેવાયો હતો જે અધિકારીઓની સમજાટથી ખુલ્લો મુકાયો હતો. 5 ટ્રેન પણ રદ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશથી વધારાના સુરક્ષાના દળોને બોલાવામાં આવ્યા છે.

Loading...