સૌરાષ્ટ્રમાં મેઘરાજાની રીએન્ટ્રી :ગુજરાતની આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી…..

279
heavy rain | gujarat news
heavy rain | gujarat news

 રાજ્યમાં ફરી એકવખત મેધરાજાની લાંબી ઇનિંગ્સની તૈયારી સાથે પધરામણી થઇ છે. રવિવારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

– અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગ્રામ્ય પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. શેલાણા, ભમોદરા, ઠવી, વીરડી, હિપાવડલી, કાત્રોડી, જડકલા, ગામમાં ધોધમાર વરસાદ પડતા ખેડુતોમાં ખુશહાલી જોવા મળી હતી.

– હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ૪ દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદથી આગાહી કરવામાં આવી છે.

– આ દરમિયાન કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આગામી ૪૮ કલાક માટે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં મેધરાજાનું જોર વધશે.

– સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોને અસર કરે તેવી વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર પર તૈયાર થઇ રહી હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

– વડોદરા અને પંચમહલના વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૩૧ ઓગષ્ટ સુધી રાજ્યમાં ધારે વરસાદ થઇ શકે છે.

Loading...