Abtak Media Google News

તાજેતરમાં જ હળવદ – ધાંગધ્રા ના ઠાકોર સમાજના યુવા અગ્રણી પપુભાઈ ઠાકોરને ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના ના પ્રદેશ સંગઠન મંત્રી તરીકેની નિમણૂક કરાતા ઠાકોર સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સાથે જ નવનિયુક્ત સંગઠન મંત્રી ને ચો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના સંગઠનને મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ મજબૂત બનાવવા આજરોજ  ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર  તેમજ પ્રદેશ મહામંત્રી ધીરૂભાઇ હારેજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પપુભાઈ ઠાકોરની નિમણૂક કરાઇ હતી તેમજ સુરેન્દ્રનગર જીલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના સલાહકાર તરીકે ભરતભાઈ રાઠોડ, ધાંગધ્રા ઠાકોર સેનાના પ્રમુખ તરીકે રાજગઢના ઘનશ્યામભાઈ બાપોદરિયાની નિયુક્તિ કરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ ધાંગધ્રા માં હંમેશા લોક ઉપયોગી રહેતા એવા  લોકચાહના મેળવેલ પપુભાઈ ઠાકોરની ઠાકોર સેના મા પ્રદેશ સંગઠન મંત્રી તરીકેની નિમણૂક કરાતા ઠાકોર સમાજના યુવાનોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે ત્યારે નવ નીયુક્ત સંગઠન મંત્રી ને ફોન દ્વારા તેમજ  ફેસબુક, વોટસેપ, સહિતના સોશિયલ મીડિયા ઉપર હાલ પપુભાઈ ઠાકોર પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.