Abtak Media Google News

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અગત્યનો નિર્ણય આજે લેવાયો છે. રાજ્ય સરકારે મગફળીની ખરીદી પર 250 રૂપિયાનો વધારો કર્યો છે. ખરીદીની શરૂઆત લાભ પાંચમથી કરવામાં આવશે. શક્યતા છે કે લાભ પાંચમથી રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગૂ થઈ શકે છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કર્યું હતું કે, રાજ્ય સરકાર આગામી લાભ પાંચમ 25 ઓક્ટોબરથી ખેડૂતોની મગફળી રૂપિયા 900 પ્રતિ મણના ભાવે 106 કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરશે. આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોને મબલખ ઉત્પાદન લેવાનો જે લાભ મળ્યો છે. તેમાં તેમના આ ઉત્પાદનને યોગ્ય ટેકાનો ભાવ મળી રહે તે હેતુથી ગત વર્ષના ભાવ કરતાં 250 રૂપિયા પ્રતિ મણ વધારે આપીને ખેડૂતોને આશરે 500 કરોડ જેટલી વધુ રકમ મળશે. ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. કોઈ ખેડૂત ઉતાવળ કરીને મગફળી ના વેંચે. આ વર્ષે ગુજરાતમાં 32 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ છે. રાજ્યની તમામ મગફળી સરકાર ખરીદશે. ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 7/12 અને 8/અ ના દાખલા ખેડૂતોએ આપવાના રહેશે. હાલ મગફળીનો મણનો ભાવ રૂ. 600થી 650 છે. રૂપાણીએ ખાસ જણાવ્યું કે ખેડૂત, વેપારીઓ એડવાન્સ સોદા ન કરે માટે આગોતરી જાહેરાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.