Abtak Media Google News

કોંગ્રેસના જન સંપર્ક અભિયાનનો પ્રારંભ: વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ખાસ ઉ૫સ્થિતિ

આગામી લોકસભાની ચુંટણી પહેલા પાયાના સ્તર સુધી મજબુત લોકસંપર્ક કરવા તથા પાર્ટી ફંડ એકઠું કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા રાજયભરમાં જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપિતા ગાંધીજીના ૧પ૦મી જન્મ જયંતિના દિવસથી આજે પ્રારંભ થયેલા આ જનસંપર્ક અભિયાનનો પ્રારંભ રાજકોટ શહેરમાં વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી દ્વારા કરવામાં આવ્યો હતો. પરેશભાઇઓ કોંગ્રેસના સ્થાનીક આગેવાનો સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને જનસંપર્ક તથા પાર્ટી ફંડ એકત્રી કર્યુ હતું.

આ અભિયાનનો પ્રારંભ કર્યા બાદ મીડીયા સાથેની વાતચીતમાં વિપક્ષનેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે સવા સો વર્ષ પહેલા આ દેશમાં આઝાદીને જન્મ અપાવવા માટે જનેતા સ્વરુપ કોંગ્રેસ સમગ્ર દેશમાં લોકો વતી લોકો વડે અને લોકો માટે શાસન ચાલે તેવો સંકલ્પ કર્યો હતો અને એ જ સંકલ્પમાં જન આશિર્વાદથી અંગ્રેજોની ગુલામીને તોડી દેશ આઝાદ થયો હતો.

આજ ફરી પાછા ગુલામીની જંજીરોમાં ઝકળાયા હોય તેવી સ્થીતીનો સમગ્ર રાજય અને રાષ્ટ્ર સામનો કરી રહીયું છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી દ્વારા સમગ્ર ગુજરાતના પચાસ હજાર બુથની અંદર જન સંપર્ક અભિયાનની શરુઆત કરી છે.

રાજય અને રાષ્ટ્રની જરુરીયાતો શાસનમાં બેઠેલા લોકોની નિષ્ફળતા અને જન આશિર્વાદથી ફરી પાછી બીજી આઝાદીની લડાઇ માટે આશીર્વાદ લેવાની આજથી ફરી શરુઆત કરી છે. લોકો તનથી સમર્થન કરે અને મનથી સમર્થન કરે ધનથી સમર્થન કરે દરેક વ્યકિતના એક ‚પિયાથી નવી આઝાદીની લડાઇને અમે શરુઆત કરવા માટે લોકોને અમે વિનંતી કરવાના છીએ.

પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોંગ્રેસ સમીતીએ ગુલામીની જંજીરોમાં જકળાયેલા ગુજરાત અને ભારતને આઝાદ કરાવવાનો સંકલ્પ કર્યો છે. અને આઝાદી એ જ અમારો ટાર્ગેટ છે. અને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે ગુજરાતના લોકોએ અંગ્રેજોને હાંકી કાઢવા માટે પણ આઝાદીની લડાઇનું બંધારણ જોખમમાં છે. લોકશાહી મૃત અવસ્થામાં ધકેલાઇ રહી છે ત્યારે આ લોકશાહીને જીવાડવા માટે અને બંધારણને બચાવવા માટે દરેક ગુજરાતીઓ બીજી આઝાદીની લડાઇનું નેતૃત્વ લેશે. તન, મન અને ધનથી કોંગ્રેસને સમર્થન કરશે. સમૃઘ્ધ કરશે શસકત કરશે અને આવતા દિવસોમાં જન સામાન્યના જે સપનાઓ છે લોકો વડે લોકો વતી અને લોકો માટે ચાલતી સરકારનું નિર્માણ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.