Abtak Media Google News

ઘર થી દૂર એક ઘર

ગઇકાલે લોકસભા ચૂંટણીના મહા પરિણામની ઉત્કંઠાનો અંત આવ્યો છે ફરી એકવાર દેશની જનતાએ ‘ફિર એકબાર મોદી સરકાર ’ભાજપને  જંગી મત આપ્યાં છે. જાણે ગઇકાલે દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સવારથી જ ભાજપ આગળ રહેતા કાર્યકર્તાઓ, સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. ત્યારે અંતે સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીને ૩૪૯ બેઠક મળતાં ભવ્ય જીત થઇ છે.

Img 20190524 Wa0001

આ ભવ્ય વિજયના વધામણા દેશભરમાં આખી રાત ચાલુ રહ્યા હતા. ભાજપા કાર્યાલયોમાં આતશબાજી સાથે જનૂન મનાવાયો હતો. દેશ-દુનિયાના ચાહકોએ ઉલ્લાસ ભેર જીતની ઉજવણી કરી હતી ત્યારે આ ઉજવણીમાં દુબઇ કઇ રીતે અડગું રહે ? દુબઇમાં વસતા ગુજરાતઓએ પણ મોદીની જીતને વધાવી હતી. પોતાનું વતન એવા ગુજરાતમાં તમામ બેઠકો પર ભાજપનો જય જયકાર થતાં દુબઇના ગુજરાતીઓએ ‘ગુજરાત કા બેટા, દેશ કા નેતા’એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને હર્ષોલ્લાસ સાથે આવકાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.