રૂ.૬૫ હજાર કરોડની આસ્ડા સુપર માર્કેટ ચેઈન કબજે કરતા ગુજરાતી એનઆરઆઈ

મુળ ગુજરાતીબંધુએ યુ.કે.માં ડંકો વગાડયો!!

મોહસીન અને જુબેર ઈશાબંધુઓએ ૭૧ વર્ષ જુની સુપર માર્કેટ કંપની હરાજીમાં વેચાતી લીધી

મુળ ગુજરાતી બિલીયનરબંધુ મોહસીન અને ઝુબે ઈશાએ યુ.કે.ની આસ્ડા સુપર માર્કેટની ચેઈન કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, યુ.કે.ની રૂ.૬૫ હજાર કરોડની સંપતિ ધરાવતું આસ્ડા વોલ માર્ટે તેના સ્ટોક વેચાણ અર્થે કાઢયા હતા જયારે મુળ ગુજરાતીબંધુઓએ સુપર માર્કેટની ચેઈન કબજે કરી છે.

ઈશા બંધુઓના માતા-પિતા વર્ષ ૧૯૭૦ના દાયકામાં ગુજરાતથી યુ.કે. ખાતે સ્થિત થયા હતા જયાં તેમણે પેટ્રોલ સ્ટેશનના ધંધાની શરૂઆત કરી હતી. આ ધંધાની શરૂઆત ઈજી ગ્રુપના નામે કરવામાં આવી હતી. જેમાં તબકકાવાર ઈજી ગ્રુપ સતત સફળતાના પંથે ચાલ્યું હતું અને હાલ ઈશા બંધુઓ સફળતાના શીખરે પહોંચ્યા છે. આશરે ૬૫ હજાર કરોડ રૂપિયાની કિંમતનો આસ્ડા સુપર માર્કેટની હરાજીમાં ભાગ લઈ ઈશાબંધુઓએ સૌથી ઉંચી બોલી લગાવી સુપર માર્કેટની ચેઈન કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૨૧ વર્ષથી આ સુપર માર્કેટ ખુબ ગંભીર પરિસ્થિતિમાં હતું પરંતુ છેલ્લા ૭૧ વર્ષથી આસ્ડા સુપર માર્કેટ યુ.કે.માં કાર્યરત છે. ૨૧ વર્ષ પછી બ્રિટીશ માલિકીમાં પરત ફરતી આસ્ડા સુપર માર્કેટને યુ.કે.ના ચાન્સેલર રીષી સુનકે આવકાર્યું હતું. સુનકે વધુમાં ઉમેર્યું હતું કે, દાયકાઓ બાદ યુ.કે.ની માલિકીમાં આસ્ડા પરત ફર્યું છે ત્યારે આ બાબત સૌ માટે હર્ષની લાગણી ઉપજાવે છે. આ બાબતથી અમને સૌને આનંદ થયો છે તેવું સુનકે ટવીટ કરી જણાવ્યું હતું. સુનકે ઉમેર્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં નવા માલિકો એક બિલીયનનું રોકાણ કરશે અને વેચાણ પણ વધારશે જે બદલ હું ઈશા બંધુઓને શુભેચ્છા પાઠવું છું.

હરાજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વોલ માર્ટે કહ્યું હતું કે, આસ્ડાનું મુખ્ય મથક ઈંગ્લેન્ડના ઉતરી ભાગમાં રાખવામાં આવશે જેનો ચાર્જ ચીફ એકઝીકયુટીવ લોજર બર્લનરી સંભાળશે.

હરાજીમાં વોલમાર્ટને કબજે કર્યા બાદ મોહસીન અને ઝુબેર ઈશાએ કહ્યું હતું કે, ઘણા વર્ષોથી વોલમાર્ટ ક્ષેત્રમાં અગ્રેસર રહેલી બ્રિટીશ ધંધા આસ્ડામાં રોકાણ કરવાનો અમને ખુબ ગર્વ છે. આસ્ડાની ગ્રાહક આધારીત નીતિઓ સફળતાની ચાવી છે અને અમે તે મુલ્યો ઉપર જ કામ કરીશું. મોહસીન અને ઝુબેરે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અમે આસ્ડાની હરાજી પ્રક્રિયામાં ભાગ લેવાનો વિચાર કરી રહ્યા હતા તેવા સમયે ભાગ લઈને અમે આસ્ડા ગ્રુપ કબજે કર્યું છે તેનો અમને આનંદ છે.

ઉતર-પશ્ર્ચિમ ઈંગ્લેન્ડના બ્લેકબર્નમાં જન્મેલા ભાઈઓએ સુપર માર્કેટના લાંબાગાળાના વિકાસ માટે સમર્થન આપ્યું છે કારણકે તેમણે અગાઉ કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન આસ્ડા ચેઈનની લોકો વચ્ચેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, વ્યવસાયની મુળભુત તાકાતે સ્થિતિ સ્થાપકતા હોય છે જે આસ્ડા સુપર માર્કેટમાં જોવા મળે છે. અમારું માનવું છે કે, આસ્ડા ગ્રુપની ભાગીદારી અમારી કુશળતા અને ટીડીઆર કેપીટલ સાથેની અમારી સફર ભાગીદારી ઈઝી ગ્રુપને નવો અનુભવ તેમજ વિકાસને વ્યુહરચનાને વેગ આપશે. ઉપરાંત ઉત્થાનમાં પણ મદદરૂપ બનશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,યુ.કે. ખાતે સેવા આપવાનું કામ પણ ચાલુ રાખવામાં આવશે જેથી આસ્ડા સુપર માર્કેટ લોકો વચ્ચે રહી શકે.

રોબોર્ટ બર્નલીએ નવી માલિકીને નવા અઘ્યાય તરીકે આવકાર્યું છે અને ગ્રાહકોને સારામાં સારી સુવિધા પહોંચાડવાની પ્રતિબઘ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, નવી માલિકી બ્રાન્ડને આગળ લઈ જવા માટે નોંધપાત્ર ભૂમિકા ભજવશે જેના માટે સ્થિતિ સ્થાપકતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. નવી તકો ઝડપી ઝડપથી આસ્ડાને મલ્ટીનેશનલ સુધી પહોંચાડવા માટે કટીબઘ્ધતા બતાવવામાં આવશે.

Loading...