Abtak Media Google News

ગુજરાતને ગેસ આધારીત ઈકોનોમી બનાવવાની તૈયારી: બે વર્ષમાં ૩૦૦ સીએનજી સ્ટેશન સ્પાશે

હાલ દેશમાં પ્રદુષણનો મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો છે. દિલ્હીમાં ડહોળાયેલુ વાતાવરણી લોકોના સ્વાસ્થ્યને જોખમ છે ત્યારે દેશને ગ્રીન કોરીડોરનો રાહ ચિંધવા ગુજરાત સજ્જ બન્યું છે. વર્ષ ૨૦૦૮-૦૯માં સીએનજીના માધ્યમી પ્રદુષણ દુર કરવામાં મદદ મળશે તેવો દાવો સરકાર દ્વારા યો હતો. પેટ્રોલ કે કેરોસીનના સને સીએનજી ગેસનું ચલણ વધારવા પ્રોત્સાહન અપાયું હતું. જેના કારણે હવે સમગ્ર દેશને પ્રદુષણ ઘટાડવા નવો વિકલ્પ મળે તેવી શકયતા છે.

જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સીએનજી સહભાગી યોજનાની જાહેરાત કરી હતી. જેના હેઠળ ૨ વર્ષમાં ૩૦૦ જેટલા સીએનજી સ્ટેશન બનાવવાની ગણતરી છે. આ ઉપરાંત સરકારે વિશ્ર્વનું સૌપ્રમ સીએનજી પોર્ટ ટર્મીનલ માટેની મંજૂરી પણ આપી દીધી છે. જે યુકેનું ફોર સાઈટ ગ્રુપ ભાવનગર નજીક સપશે. પાઈપ લાઈનના માધ્યમી ગેસ કનેકશન ધરાવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત ટોપના સને છે. આખા દેશમાં ગુજરાતમાં સૌી વધુ મકાનોમાં એલએનજી કનેકશન છે.

બીજી તરફ સરકાર ગેસ આધારીત ઈકોનોમીક ગુજરાતમાં ઉભી ાય તેવું પણ ઈચ્છે છે. છેલ્લા બે દશકામાં ગેસ આધારીત ઈકોનોમી માટે ઉજળા સંજોગો સર્જાયા છે. શુદ્ધ ઈંધણ માટે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ શ્રેષ્ઠ દાખલો બન્યું છે. ગુજરાત ગેસ, અદાણી ગ્રુપ, ટોરેન્ટ ગ્રીપ, પેટ્રોનેટ એલએનજી, સેલ ગ્રુપ, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લીમીટેડ, શાપુરજી ગ્રુપ, આઈઆરએમ એનર્જી સહિતની કંપનીઓએ એલએનજી ટર્મીનલ વિકસાવવા માટે મુડી રોકાણ કર્યું છે. ગુજરાતમાં સીએનજીને પ્રાધાન્ય આપવાી ગુજરાતના પોર્ટને ફાયદો શે એવું માનવામાં આવે છે. એલપીજી અને સીએનજી માટે પોર્ટ હોવું જરૂરી છે. ત્યારે ગુજરાત ગેસ આધારીત ઈકોનોમી બને તો તમામ કોર્ટની કામગીરી વેગવાન બનશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.