Abtak Media Google News

નૈમિષભાઇ ખખ્ખર અને તેની ટીમ ઉપર શુભેચ્છા વરસી: હાલ સ્વાદના શોખીનો માટે ચાલી રહ્યો છે સીઝલર તથા કબાબ ફેસ્ટીવલ

ગુજરાત ટુરીઝમ દ્વારા દર વર્ષે ‘ટુરીઝમ એવોર્ડ’ ગુજરાત યોજાય છે. તેમાં આ વર્ષે ગાંધીનગર ગીફટ સીટી ઉપર યોજાયેલ એવોર્ડ-૨૦૨૦ ના સમારોહમાં અતિથિ વિશષે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, ગુજરાત રાજયના મંત્રીઓ તથા બીજા મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં ‘ચોકીઢાણી’ ને આઠ એવોર્ડઝ મળ્યા, ગયા વર્ષે ચોકીઢાણીને પાંચ એવોર્ડ મળેલા આ વખતે ચોકીઢાણી ટીમની મહેનત રંગ લાવી અને આઠ એવોર્ડઝ  મળ્યા જેમાં બેસ્ટ વેડીંગ વેન્યુ ઇન રાજકોટ, બેસ્ટ થીમ ડેકોલરેટેડ હોટલ રીસોર્ટ ઇન રાજકોટ, બેસ્ટ રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, બેસ્ટ ટ્રેડીશ્નલ રાજસ્થાની રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, બેસ્ટ હાઇવે રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, બેટસ્ટ ગુજરાતી થાલી રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, બેસ્ટ મલ્ટી કુઝીન રેસ્ટોરન્ટ ઇન રાજકોટ, બેસ્ટ રીસોર્ટ ઇન રાજકોટ સિંગર હોટેલ રીસોર્ટને એકસાથે આઠ ગૌરવવંતા એવોર્ડઝ મળવા તે માટેનું શ્રેય એકમાત્ર ચોકીઢાણી ને જાય છે.

ટુરીઝમ એવોર્ડઝ એ ગુજરાતની ગરિમાનું પ્રતિક છે. આપણી સંસ્કૃતિ, વારસો, રીતરિવાજ, આતિથ્યભાવના, સેફટી અને સિકયોરીટી:, ભોજન અને આધુનિક પ્રગતિની ઉજવણી ખુબ જ અનોખી રીતે આ એવોર્ડઝ દ્વારા થાય છે. પ્રવાસીઓ અને ગ્રાહકોને અપૂર્વ સેવા, અદભુત આતિથ્યભાવના અને આધુનિક સુવિધાઓનો સુમેળે પરિચય કરાવનાર હોટેલ્સ- કંપનીઓ, લોકોના ખંતપૂર્વકની મહેનતને બિરદાવવાનો આ એક અનેરો પ્રયાસ છે. જે વિશ્ર્વકક્ષાએ પ્રસિઘ્ઘ પામે છે. ચોકીઢાળી એટલે એક નાનકડું સાંસ્કૃતિક રાજસ્થાની ગામડું, જે ગુજરાતનું ગૌરવ છે. ૧૧ એકરની હરીયાળીઓ વચ્ચે સુંદર રીતે લેન્ડસ્કેપ કરેલા એરીયામાં વસેલી ચોકીઢાણીમાં દાખલ થતાં જ ગામડાના મેળાનું વાતાવરણ નજરે પડે છે.

Sd

ચોકીઢાણી ક્રમ્ફર્ટ અને લકઝરીનો પર્યાય હોવા ઉપરાંત રાજસ્થાની સંસ્કૃતિ અને કલા, વારસાનું પ્રતિબિંબ છે. ડાઇનીંગ અને રેસ્ટોરન્ટ ઢાણી રેસ્ટોરન્ટ સર્વશ્રેષ્ઠ કાઠીયાવાડી  અને રાજસ્થાની ફુડ પીરસે છે. મઢુલી રેસ્ટોરન્ટ, નોર્થ ઇન્ડીયન, ચાઇનીઝ, ક્રોન્ટીનેન્ટલ, મેકસીકન, ઇટાલીયન, મેડીટેરેનીયન થાઇ કુઝીન્સ પીરસે છે. અગાશી રેસ્ટોરન્ટ જયાં દરરોજ કેન્ડલ લાઇટ ડીનર ખુલ્લા આકાશ નીચે પરંપરાગત મ્યુઝીકના આનંદ સાથે માણી શકાય છે.

નિવાસ અને સુવિધાઓ ૪૪ રૂમ્સ અને સ્યુટસ, સ્વીમીંગ પુલ, વિશાળ પાકીંગ, ૩ રેસ્ટોરન્ટસ, કુલ પ૦૦૦ લોકોને સમાવી શકતા ૩ પાર્ટી લોન્સ, ૧૦ થી ૧૦૦ લોકોને સમાવતા ૩ બેન્કવેટ અને કોન્ફરન્સ હોલ વિગેરે છે. અદભુત આકર્ષણો, પરંપરાગત સ્વાગત, દરરોજ, ગઝલ, ડાન્સ ફલોર, બાલભવન, રાજસ્થાની ડાન્સ, જાદુગર , રોપ બેલેન્સ, પપેટ શો, ઉપરાંત ખાણી-પીણીની અનોખી દુનિયામાં લઇ જતા વિવિધ સ્ટોલ્સ ચોકીઢાણીન ISO 9001:2015નો ભારત સરકાર તરફથી એવોર્ડ મળેલ છે.

આખરે, એવું ચોકકસ કહી શકાય કે ચોકીઢાણી સૌને આરામ, સુવિધા અને મનોરંજનની એક અનોખી દુનિયામાં સેર કરાવે છે. અને રાજકોટની આગવી ઓળખ બની ચૂકી છે. આઠ ગૌરવવંતા એવોર્ડ મળવા બદલ નૈમિષભાઇ ખખ્ખર અને તેમની ટીમ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.