Abtak Media Google News

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગત વર્ષેે ગુજરાતમાં ૩.૬૯ લાખ આવાસો બન્યાં: બીજા તબકકામાં ૩.૩૨ લાખ આ વર્ષના અંત સુધીમાં બનશે

દેશમાં દરેક પરિવારને ઘરના ઘર અપાવવા કેન્દ્ર સરકારની પ્રતિબઘ્ધતા સાકાર કરવા માટે દેશમાં ઉતરપ્રદેશ પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત બીજા નંબરે રહેવા પામ્યું છે. દેશના તમામ પરિવારોને ઘરના ઘર મળી રહે તે માટે પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં ર૮ ડીસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩.૬૯ લાખ મકાનો તૈયાર થયા છે જે ૨૦૧૮ના સમય ગાળા દરમિયાન ૧.૬૬ લાખની સરખામણી એ ડબલ છે. રિયલ એસ્ટેટ ક્ધસલ્ટન્ટસ કંપની એન.રોક દ્વારા મકાન અને શહેરી વિકાસ મંત્રાલયમાંથી મેળવેલા આંકડા મુજબ આ યોજનાનો વિકાસ ઝડપ ભેર થઇ રહ્યો છે. બીજા તબકકામાં ૩.૩૨ લાખ વધુ મકાનો ૨૦૧૦ સુધીના અંત સુધીમાં તૈયાર થઇ ચુકયા છે.

ગુજરાતમાં આ યોજનાનો વિકાસ પ્રમાણમાં સારો છે. પરંતુ યુ.પી. થી એક ડગલું પાછળ ચાલી રહ્યો છે. ગુજરાતની વસ્તી અને શહેરોના વિકાસની રફતાર સાથે તાલ મિલાવવામાં યુ.પી. પછી ગુજરાત રહેવા પામ્યું છે. તેમ કેડાઇ નેશનલના જયેશ શાહે જણાવ્યું હતું. કેડાઇ બાંધકામ વિકાસ માટે મહત્વનું યોગદાન આપતી કેન્દ્રીય સમીતી તરીકે કાર્યરત છે. રાષ્ટ્રીય ધોરણે ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્ર પ્રદેશ મળીને કુલ ૩ર લાખ આવાસો નિર્માણ કરીને પ્રધાન મંત્રી આવાસ યોજના હિસ્સેદારી બન્યો છે.

7537D2F3 3

ઉત્તર પ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૧૧.૨૨ લાખ મકાનો ૨૦૧૯ સુધી પુરી કરવામાં આવ્યા છે. ગયા વર્ષે જ આ ત્રણેય રાજયોમાં ૩.૬૫ લાખ મકાનોનું કામ પુરુ કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ ૨૦૧૯માં પ્રથમ નંબરે ૪.૩૦ લાખ મકાનો બનાવનારુ રાજય બન્યું હતું. અગાઉના વર્ષોમાં ૬૮૬૬૬ મકાનો તૈયાર થયા હતા. આંધ્ર પ્રદેશ ૩જા ક્રમે ૩.૨૩ લાખ મકાનોમાં ૨૦૧૮માં જ ૧.૨૭ લાખ મકાનો બનાવી શકયું હતું.

ભારત સરકારે ૨૦૧૫માં જ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં ૧.૧૨ કરોડ મકાન બનાવવાનું ૨૦૨૨ સુધીનું લક્ષ્ય રાખ્યું હતું. જે અંતર્ગત ૨૦૧૯ સુધીમાં ૯૨ ટકા મકાનો બની ચુકયા છે. હજુ આ લક્ષ્રયને પુરુ કરવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જેવું કે પ્રીકેબિકેટ બાંધકામની ઝડપી પઘ્ધિતીથી નકકી કરેલી મુદતમાં યોજના સાકાર કરવા માટે મદદરુપ થશે તેમ ઓનડ્રોપના ચેરમેનના પુરીએ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.