Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટે મંગળવારે જીએસટી અધિકારીઓને જીએસટીની તપાસમાં અધકચરી અને વચગાળાનાં અનુમાન માલ અને વાહનોની જપ્તીની ગણતરી કરીને પગલા ભરવાને બદલે સંપૂર્ણ તપાસ અને ખરેખર કેટલી રકમ લેણી નીકળે છે. તેની તપાસ કરીને પછી પગલા લેવાની હિમાયત કરી છે.

7537D2F3 20

હાઈકોર્ટે જીએસટી તંત્રની મોબાઈલ યુનિટદ્વારા માલ ભરેલા ટ્રક સહિતના સીતેર જેટલા વહાનોને કરચોરીની શકયતાના પગલે જપ્ત કર્યા હતા. તેની સામે હાઈકોર્ટે તાકીદ કરી હતી. કે સત્તાવાળાઓએ વ્યાપારીઓને તક આપ્યા વગર જપ્તીની કાર્યવાહીથી દર રહેવું જોઈએ વ્યાપારીઓને કાનૂની બચાવ અને પોતાની રજૂઆતો કરવાનો પૂરો સમય મળવો જોઈએ.

આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતીવિગતો મુજબ હાઈકોર્ટે એવું પણ જણાવ્યું હતુ કે જીએસટી અધિકારીઓ વ્યાપારીઓ અને વાહન માલીકો સામે કલમ ૧૩૦ અનવયે કલમ ૧૨૯ની જોગવાઈ મુજબ જપ્તીની કાર્યવાહી સંપૂર્ણ તપાસ અને જીએસટીની રકમ કેટલી નિકળે છે.કેટલી રકમ દંડ પાત્ર છે.

તેની પૂરેપૂરી તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવી જોઈએ. જીએસટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ કાર્યવાહી દરમ્યાન માલ ભરેલા ખટારા અને શંકાસ્પદ વ્યવહારની આશંકાને પગલે વાહનોના ખડકલા કરી ધ્યાનમાં આવતા કોર્ટે જીએસટી અધિકારીઓને તપાસના નામે આડેધડ કાર્યવાહી અને દંડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવાની હિમાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.