ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર કર્યો રદ્દ

રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ છે. જેમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ્દ કર્યો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.

ગુજરાત હાઈકોર્ટે સંચાલકોને ભણાવવાનું ચાલું રાખવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે સરકારના હુકમમાં સંતુલન બનાવવા મુદ્દે નોંધ કરીશું. ફી બંધીના ઠરાવને ખાનગી શાળાઓએ પડકાર્યો હતો. સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત હોવાની સંચાલકોની રજૂઆતના પગલે ગુજરાત હોઈકોર્ટે અવલોકન કર્યું હતું.

લોકડાઉનના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં સ્કૂલ સંચાલકો વાલીઓ પાસેથી ફી ઉઘરાવતા હતા. તેના સામે રાજ્ય સરકારે ફી બંધીનો ઠરાવ કર્યો હતો. ત્યારબાદ રાજ્ય સરકારના ફી બંધીના ઠરાવને ખાનગી સાળાઓએ પડકાર્યો હતો. સ્કૂલ સંચાલકોએ કોર્ટમાં જણાવાયું હતું કે સરકારનો ઠરાવ કાયદાથી વિપરીત છે. શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી ન વસુલવા સરકારે ઠરાવ કર્યો હતો. તેના સામે ખાનગી શાળાઓના સંચાલકો હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

Loading...