Abtak Media Google News

બજગવદરમાં નર્મદા જળપૂજન, પ્રદર્શન, દાતાનું સન્માન સાથે જળઅભિયાન સમાપન સમારોહ યોજાયો

પોરબંદર જિલ્લામાં ૧૭૯ લાખ ઘનફુટ પાણીનો સંગ્રહ થશે

પોરબંદર જિલ્લામાં પ્રચંડ લોક પ્રતિસાદ સાથે શરૂ થયેલ એક મહિનાના સુજલામ સુફલામ જળ અભિયાનની આજે બગવદર ખાતે પૂર્ણાહૂતી કરવામા; આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું કે સુજાલમ સુફલામ જળ અભિયાનથી રાજયના ૧૩ હજાર તળાવો, ચેકડેમો નવસાધ્ય થયા છે. દસ હજાર ગામોમાં અને ૧૬૨ નગરો અને ૮ મહાનગરોમાં વિરાટ ક્રાંતિના મંડાણ થયા છે.

ગુજરાતે  રાષ્ટ્રનું  મોટું જળ અભિયાન કરીને સમૃધ્ધ જળ વારસો આપ્યો છે તેમ પણ શ્રી ભંડેરીએ કહ્યું હતું.

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201814

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા   જળ અભિયાનમાં દરેક જિલ્લામાં લોક પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનથી ગુજરાતનું ગામડું સમૃધ્ધ થશે ગામ  સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ તેમ કહીને તેઓએ રાજય સરકારે ત્રણ વર્ષ સુધી જળઅભિયાન ચાલુ રાખવાનું નક્કિ કર્યું છે તેમ જણાવ્યું હતું.

વાડ પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતાને જોડીને ગુજરાતમાં અનેક ચેકડેમો બનાવડાવ્યા હતા. આ ચેકડેમ અને તળાવો નવસાધ્ય થતાં સામાજિક અને આર્થીક ક્રાંતિ થશે. શ્રી ભંડેરીએ પોરબંદર જિલ્લામાં સો ટકા લોકભાગીદારી સાથે કરવામા; આવેલા કામો અંગે દાતાઓને અને શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લાના અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

સુજલામ સુફલામ જળઅભિયાનથી રાજયમાં વિરાટ જળક્રાંતીના મંડાણ થયા છે -શ્રી ધનસુખભાઇ ભંડેરી, મ્યુનિસિપલ ફાયનાન્સ બાર્ડના અધ્યક્ષ

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201816        જિલ્લા કલેકટરશ્રી મુકેશ પંડયાએ જણાવ્યું હતું કે સોઢાણાથી શરૂ થયેલ જળઅભિયાન લોકો અને દાતાઓના સહયોગથી સફળ બન્યો છે. જિલ્લાના ૮૧ ગામોને આવરી લઇને ૯૮ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેનાથી ૧૭૯ લાખ ધનફુટનો જળસંચય થશે.

આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના શ્રી ભાનુપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે રાજય સરકારે જનતાને સાથે જોડીને રાજયના તળાવોને નવસાધ્ય કરવાનું રાષ્ટ્રનું સૌથી મોટું અભિયાન કર્યું છે. આ જનઆંદોલનનું પરિણામ દિવાળી પછી જોવા મળશે. રવિપાક પાણીના તળ ઉંચા આવશે એટલે સારી રીતે લઇ શકાશે. ભગવાન સ્વામીનારાયણે પણ માંગરોળમાં વાવ ઉંડી કરાવી  તેમ જણાવી તેઓએ સરકારનું આ કાર્ય ઇશ્વરીય છે તેમ ઉમેર્યું હતું.

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201807        આ પ્રસંગે જળ અભિયાનના દાતાઓનું ગૌરવપ્રદ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ખેડુતો સર્વશ્રી નયનાબેન ઓડેદરા, નિર્મળજી ઓડેદરા, નાથાભાઇ ઓડેદરા, હાથીયાભાઇ ઓડેદરા અને જયમલભાઇ ઓડેદરાએ તેમની સાફલ્ય ગાથાઓ વર્ણવી હતી.

બગવદર ખાતે સુર્યરન્નાદે મંદિરના પટાંગણમાં યોજાયેલા સમાપન સમારોહમાં ૧૦૮ યજમાન દંપતિઓએ નર્મદા જળ પૂજન- કળશપુજન શાસ્ત્રોકત વિધિથી કર્યું હતું.

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201808        આ કાર્યક્રમમાં રાજયમાં સુજલામ સુફલામ જળઅભિયાનની ફળશ્રૃતિ રજૂ કરતી ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લામાં ૮૧  ગામોમાં ૯૮ કામો પૂર્ણ થાય છે.બગવદબ,થેપડા, સોઢાણા જેવા ગામોમાં શ્રેષ્ઠ કામો થયાં છે. જિલ્લામાં કુલ પાંચલાખ ધનમીટર માટી પથરાતા આ જમીન ફળદ્રુપ બનશે ૧૭૯ ઘનફુટ પાણીનું સંગ્રહક્ષમતા વધશે.

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201801        આ પ્રસંગે સ્વામીનારાયણ મંદિરના શ્રી ભાનુપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે રાજય સરકારે જનતાને સાથે જોડીને રાજયના તળાવોને નવસાધ્ય કરવાનું રાષ્ટ્રનું સૌથી મોટું અભિયાન કર્યું છે. આ જનઆંદોલનનું પરિણામ દિવાળી પછી જોવા મળશે. રવિપાક પાણીના તળ ઉંચા આવશે એટલે સારી રીતે લઇ શકાશે. ભગવાન સ્વામીનારાયણે પણ માંગરોળમાં વાવ ઉંડી કરાવી  તેમ જણાવી તેઓએ સરકારનું આ કાર્ય ઇશ્વરીય છે તેમ ઉમેર્યું હતું.

Bagvadar Dist. Porbandar Ssja Samapan Dt.31 5 201802આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમેશભાઇ ઓડેદરા, પ્રભારી સચિવશ્રી પંકજ જોષી, કલેકટરશ્રી મુકેશ પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિંયા, પ્રાંત અધિકારીશ્રી બાટી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધાનાણી, અગ્રણી સર્વશ્રી વિક્રમભાઇ ઓડેદરા, શ્રી લખમણભાઇ ઓડેદરા, શ્રી વિરમભાઇ કારાવદરા, શ્રી જીવાભાઇ ભૂતિયા, શ્રીનીલેશભાઇ મોરી, શ્રી ભારતીબેન મોદી,  અશોકભાઇ મોઢા, સ્વામીનારાયણના સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.