Abtak Media Google News

કોઈપણ વ્યકિત પાસે વેપાર કે ઉધોગ સ્થાપવા માટે આઈડિયા છે કે ધગશ છે પરંતુ આર્થિક રોકાણ અને ધંધો કરવા માટેની જગ્યા ઉપલબ્ધ નથી તો તેના માટે આગામી ૪ એપ્રિલના રોજ સ્ટાર્ટઅપ ગુજરાતનું રાજકોટમાં ધમાકેદાર લોન્ચીંગ થવા જઈ રહ્યું છે. જેના થકી કોઈપણ ઉધોગકારને એકપણ ‚પિયો ખર્ચ્યા વિના અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં જગ્યા અને શેડ મળશે. તેને ૩ ટકાના દરે લોન પર ઉપલબ્ધ કરાવાશે. જેના બદલામાં સ્ટાર્ટઅપ ગુજરાત ૩૦ ટકા ઈકિવટી ભાગીદારી બનશે તેવું સ્ટાર્ટઅપ ગુજરાતના સીઈઓ અને ફાઉન્ડર રાજેશ ગાંધીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે નવા કોન્સેપ્ટ સાથે આગળ વધવા માંગીએ છીએ. અત્યાર સુધી બધા આઈ.ટી.આધારીત સ્ટાર્ટઅપમાં આગળ વધી રહ્યા હતા પરંતુ ગુજરાતના લોકોમાં જે વેપાર ઉધોગને લગતી સાહસિકતા છે તે જોતા અમે ઈન્ડસ્ટ્રીઝ અને આઈ.ટી.બેઈઝ બંનેનો સમન્વય સાધવાનો વિચાર કર્યો છે.
વિશ્ર્વમાં પ્રથમ કહી શકાય તેવા મેનીફેકચરીંગ બેઈઝ સ્ટાર્ટઅપ પાર્ક અમદાવાદના છત્રાલ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. જે ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે પ્રખ્યાત છે. આ પાર્કમાં હાલ પાર્કીંગ, રસ્તા, પાણી, લાઈટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ૧૦૦ એકર જગ્યામાં પથારાયેલા આ પાર્કમાં ગુજરાતમાંથી પસંદ કરાયેલા ૨૦૦ જેટલા એકમોને ‘પહેલા કમાઓ, પછી ચૂકવો’ સ્કીમ હેઠળ તક અપાશે. તેમની જ‚રીયાત મુજબ શેડ અને જમીન સહિતની સુવિધા કોઈપણ રોકાણ વિના અપાશે. લાયસન્સ લેબર સહિતની તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી મળશે.
એસોસીએટ પાર્ટનર સિઘ્ધાંત શાહ, સ્ટાર્ટઅપના વાઈસ પ્રેસીડેન્ટ શાહીલ સોઢા અને ઈન્ફ્રા પાર્ટનર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આ પાર્ક એવો બની રહેશે કે જયાં આઈડિયા, ઈનોવેશન અને એકસ્પાન્શનનું ત્રિવેણી સંગમ સમુ કાર્ય અહી થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેક ઈન ઈન્ડિયાને વિકાસની કેડીએ કંડારવાનું કામ સ્ટાર્ટઅપ ટીમ કરી બતાવશે.

સૌરાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં માત્ર ૮ અરજી મળી !

એકપણ ‚પીયાના ખર્ચ કર્યા વિના અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોઈપણ ઉધોગકારને મફત જ‚રીયાત મુજબની જગ્યા અને ઈન્ડસ્ટ્રી સ્થાપવા માટેનો શેડ તૈયાર કરી દેવામાં આવતો હોવા છતા સૌરાષ્ટ્રના ઉધોગકારોને સ્ટાર્ટઅપ ગુજરાત સામે જાણે ઉદાસીનતા દર્શાવી હોય તેમ સૌરાષ્ટ્રમાંથી અત્યારસુધીમાં કુલ ૮ જેટલી અરજીઓ જ આવી હોવાનું સ્ટાર્ટઅપ ગુજરાતના સીઈઓ રાજેશ ગાંધીએ જણાવ્યું હતું. આગામી ૪થી એપ્રિલે રાજકોટમાં સ્ટાર્ટઅપ ગુજરાતનું લોન્ચીંગ છે. ત્યાં સુધીમાં મોટી સંખ્યામાં ઉધોગકારો આમા જોડાય તેવું તેમણે જણાવ્યું હતું.

 અમદાવાદમાં ઉભો કરાયો વિશ્ર્વનો પ્રથમ મેન્યુફેકચરીંગ પાર્ક જયાં આઈડિયા, નોવેશન અને એકસ્પાન્શનનું થશે ત્રિવેણી સંગમ

અમદાવાદના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં કોઈપણ ઉધોગકારને મફત જગ્યા અને શેડ મળશે: ૩ ટકાના દરે લોન પણ ઉપલબ્ધ કરાશે: રાજકોટમાં ૪થી એપ્રિલે ધમાકેદાર લોન્ચીંગ

 રાજકોટમાં પણ બનશે અમદાવાદ જેવો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક

અમદાવાદ નજીક છત્રાલ ખાતે વિશ્ર્વનો પ્રથમ મેન્યુફેકચરીંગ બેઈઝ સ્ટાર્ટઅપ પાર્ક ઉભો કરાયો છે. જે ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે પ્રખ્યાત છે. જેમાં હાલ પાર્કીંગ, રસ્તા, પાણી, લાઈટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ૧૦૦ એકરમાં આ પાર્ક પથરાયેલો છે. જેમાં ઉધોગકારોને મફત જગ્યા અને શેડ પણ તૈયાર કરી દેવામાં આવશે. આગામી દિવસોમાં રાજકોટમાં પણ અમદાવાદ જેવો હાઈટેક અને અત્યાધુનિક સુવિધાઓ સાથેનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવનાર હોવાનું સ્ટાર્ટઅપ ગુજરાત, મેક ઈન ગુજરાતના સીઈઓ અને ફાઉન્ડર રાજેશ ગાંધીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.