Abtak Media Google News

ગુજરાત રાજ્ય ભાજપા સરકારના યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતોના હિતમાં ‘સૂર્યશક્તિ કિસાન યોજના’ એસકેવાયની જાહેરાત કરી હતી. ખેડૂતોની આવકને વર્ષ ૨૦૨૨ સુધી બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પમાં ગુજરાત સરકારના આગવા કદમને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ ખેડૂતલક્ષી  જાહેરાત બદલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર ખેડૂતોના દરેક પ્રશ્ને ખૂબ જ સંવેદનશીલ છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સામે આ એક આગવું કદમ છે. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના કી આપણે અવિરત પણે વિજપ્રવાહ આપવામાં સફળ રહ્યા છીએ. ગુજરાતનો ખેડૂત સમૃધ્ધ બન્યો છે. ટપક સિંચાઇ પધ્ધતિ, વૈજ્ઞાનિક ઢબે ખેતી, સોઇલ હેલ્ કાર્ડ યોજના, ખેતીમાં ન્યુનતમ અભિગમના કારણે રાજ્યમાં ખેડૂત સમૃધ્ધ બન્યો છે. શાકભાજી, ફળફળાદિ, રોકડીયા પાકો અને રવિ ફસલમાં ખેડૂતોની આવકમાં વધારો થયો છે. સતત બે દાયકાી ગુજરાતમાં કૃષિ વિકાસ દર બે આંકડામાં રહ્યો છે. કૃષિ મેળા કી ખેડૂતો ખેતી કરવાની પધ્ધતિ, ખાતર વાપરવાની રીતો, બીયારણ અંગે માહિતી આપી છે.

વાઘાણીએ કોંગ્રેસની નિયતને ખારા ટોપરાની સો સરખાવતાં જણાવ્યું હતુ કે, સૌની યોજના વખતે પણ આ જ કોંગ્રેસ એલફેલ નિવેદનો કરતી હતી અને આજે સમગ્ર સૌરાષ્ટ્ર સૌની યોજના કી પાણીદાર બન્યુ છે, ખેડૂતો સમૃધ્ધિના પેં આગળ વધ્યા છે. કોંગ્રેસનું કામ જ ભાજપાની યોજનાઓને ભાંડવાનું છે. સુજલામ સુફલામ જળસંચય યોજના ને સમગ્ર રાજ્યના લોકોએ તા નેતાઓએ જનભાગીદારીથી વધાવી લીધી જ્યારે કોંગ્રેસના પોતાના વિસ્તારમાં જઇને કો આ યોજનામાં જોડાવવું હતું પરંતુ માત્રને માત્ર મલીન રાજનીતિ જ કોંગ્રેસના રગરગમાં સમાઇ ગઇ છે. તેમને જનતાના લોકકલ્યાણના કાર્યોમાં રસ રહ્યો ની. સત્તાની સાંઠમારી માંથી જ કોંગ્રેસ ઉંચી આવતી ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.