ગૌશાળા-પાંજરાપોળ પર ગુજરાત સરકારનો સહાય ધોધ !

ગૌશાળા અને પાંજરાપોળમાં પશુદીઠ રૂ. 25ની સબસીડી

આજ રોજ CMO સચિવે અશ્વિનીકુમાર દ્વારાં રજીસ્ટર્ડ ગૌશાળા-પાંજરાપોળને સહાય આપવા મામલે મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ છે

તેમને એપ્રિલ મહિનાની જેમ મે મહિનામાં પણ પશુદીઠ રૂ. 25 સબસીડી આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યમાં ગૌ-શાળામાં રહેલા આશરે 4 લાખથી વધુ પશુઓને પૂરતો ઘાસચારો મળી રહેવામાં મદદ થશે.

દરેક જીલ્લામાં આ સબ્સિડી જિલ્લા કલેક્ટર મારફત રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળમાં પહોંચડાવામાં આવશે, કોઈ અન્ય ગૌશાળાને આનો લાભ નહીં મળે માત્ર રજિસ્ટર્ડ ગૌશાળા અને પાંજરાપોળને જ લાભ મળશે. પાંજરાપોળ અને ગૌશાળામાં 4 લાખ પશુઓ છે. જેથી 30થી 35 કરોડ રૂપિયાનો ખર્ચ સરકારને આવશે.

Loading...