Abtak Media Google News

ત્રણ દિવસ સુધી બેંકોનો વ્યવહાર ઠપ થઈ જશે

નાણાંકીય વર્ષ હવે પૂરૂ થવામાં છે. ત્યારે જ સરકારી બેંકોનાં કર્મચારીઓએ સરકારનું નાક દબાવ્યું છે. ખાનગીકરણનાં વિરોધમાં તા.૨૭ માર્ચે સરકારી બેંકમાં કર્મચારીઓએ હડતાલ પર જવાની જાહેરાત કરી છે. સરકારી કર્મચારીઓની હડતાલથી જાહેરાતથી સરકારી બેંકો ત્રણ દિવસ સુધી બંધ રહેશે.

બેંક કર્મચારીઓએ એક નિવદેનમાં જણાવ્યું હતુકે સરકાર કર્મચારીઓનાં વિરોધ છતા બેંકોનું ખાનગીકરણ અને એકત્રીકરણ થઈ રહ્યું છે. ખાનગી ઉદ્યોગોને અપાયેલી લોનની ઉઘરાણી કરવાના બદલે વધુને વધુ લોન આપી રહી છે અને બેંકોના સામાન્ય ગ્રાહક પાસેથી વધુ સેવા કર લેવામાં આવે છે.

મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસીએશનના અંદાજ મુજબ એક દિવસની બેંક કર્મચારીઓની હડતાલથી ૧૫ હજાર કરોડના નાણાંકીય વ્યવહારો ખોટવાઈ જશે. નાણાંકીય વર્ષ પૂરૂ થવાનું છે. ત્યારે જ બેંક કર્મચારીઓએ હડતાલની જાહેરાત કરતા વેપારી ઉદ્યોગમાં પણ કચવાટ ઉભો થયો છે.

6.Saturday 1

ગુજરાત ટ્રેડર પેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું હતુ કે નાણાંકીય વર્ષ હવે પૂરૂ થવાની તૈયારી છે. અને નાણાંકીય ચૂકવણી તથા હિસાબોનો સમય છે. ત્યારે જ બેંક કર્મચારીઓની હડતાલને લીધે બેંક સતત ત્રણ દિવસ બંધ રહેવાથી વેપાર ઉદ્યોગને માઠી અસર થશે. અને સામાન્ય નાગરીકોને પણ માઠી અસર થશે. તા.૨૭મીએ કર્મચારીઓની હડતાલ, તા.૨૮મીએ ચોથો શનિવાર અને તા.૨૯મીએ રવિવારની રજા હોવાથી બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેવાથી લોકોના નાણાંકીય વ્યવહારો અટકી જશે.

વારંવાર બેંક હડતાલથી લોકોના આર્થિક વ્યવહારો અટકી જતા હોવાથી લોકોને અને વેપાર ધંધાને માઠી અસર થતી હોવાના મુદે થોડા સમય અગાઉ ગૂજરાત ટ્રેડ ફેડરેશને અન્ય ટ્રેડ એસોસીએશનના સહયોગથી ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.